અમદાવાદ,તા.પ
આખો મહિનો પણ હવે પૂર્ણતાના આરે છે છતાં ગુજરાતમાં ઠંડીનું કોઈ નામ નિશાન જોવા મળતું નથી જયારે બીજી તરફ અરબી સમુદ્રમાં નવેસરથી ઉદ્દભવી રહેલી સીસ્ટમને જોતા આગામી ૮મી ઓકટોબરની આસપાસ રાજયના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે જો કે આ બધાની વચ્ચે રાજયમાં અનેક સ્થળોએ તાપમાન ૪૦ ડિગ્રીની આજુબાજુ રહેતા લોકો ઉનાળા જેવી ગરમીનો અનુભવ કરી રહ્યા છે. અરબી સમુદ્રમાં નવેસરથી સીસ્ટમ ઉદ્દભવી રહી છે અને તેની અસરના ભાગરૂપે આગામી તા.૮ને રવિવાર આસપાસથી ગુજરાતના અનેક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાત અને દીવ વિસ્તારમાં વરસાદની શકયતા ઓછી છે. વરસાદના અભાવે ગરમીનું જોર સતત વધી રહ્યું છે ભૂજના મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રી અમદાવાદમાં ૩૯.૪, ડીસામાં ૩૯.૩, ઈડરમાં ૩૯, ગાંધીનગરમાં ૩૯, વડોદરામાં ૩૭.ર, અમરેલીમાં ૩૭, ભાવનગરમાં ૩૮, રાજકોટમાં ૩૭.૩, સુરેન્દ્રનગરમાં ૩૭, કંડલામાં ૩૮.૬, ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.વાતાવરણમાં ભેજનું પ્રમાણ રાજકોટમાં ૮૮ ટકા, ભૂજમાં ૮ર, નલિયામાં ૯પ, સુરેન્દ્રનગરમાં ૭૬, ઓખામાં ૮૯ ટકા રહ્યું છે. આમ રાજયમાં શિયાળાના આરંભના બદલે ઉનાળા જેવી ગરમી અનુભવાઈ રહી છે.
રાજ્યમાં ૮મી એક્ટોબર-આસપાસ મધ્યમથી હળવા વરસાદની આગાહી

Recent Comments