અમદાવાદ,તા.ર૪
રાજ્યમાં છેલ્લ એકાદ-સપ્તાહથી વહેલી સવારે અને મોડી સાંજે ઠંડીનું વાતાવરણ જયારે બપોરના સમયે ગરમીનું વાતાવરણ જોવા મળી રહ્યું હતું. ત્યારે જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશ સહિતના પહાડી વિસ્તારોમાં થયેલી હિમવર્ષાને પગલે ગુજરાતમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે ઠંડા પવનો ફુંકાતા રાજયના અનેક વિસ્તારમાં તાપમાનનો પારો ગગડી ગયો હતો જેને લોકોએ તીવ્ર ઠંડીનો અનુભવ કર્યો છે ગુજરાતમાં ૭.ર ડિગ્રી તાપમાને નલિયાવાસીઓને ધ્રૂજવ્યા હતા.
રાજ્યમાં ફરી એકવાર તીવ્ર ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે ઉત્તર ભારતમાં ફુંકાતા ઠંડા પવનોને પગલે ગુજરાતમાં પણ ઠંડીમાં વધારો થયો છે આજે રાજયમાં ૭.ર ડિગ્રી નીચા તાપમાનથી નલિયાવાસીઓ ઠુંઠવાયા હતા જયારે ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન ૯ર, મહુવામાં ૯.૭, અમરેલીમાં ૯.૯, ડીસામાં ૧૦.૩, અમદાવાદમાં ૧૦.પ, ભૂજમાં ૧૧.ર, દીવમાં ૧૧.૮, વડોદરામાં ૧ર.૪ અને કંડલામાં ૧ર.પ તેમજ રાજકોટમાં લઘુત્તમ તાપમાન ૧૩.૧ ડિગ્રી નોંધાયું હતું.
ઠંડી વધતા લોકો ફરી એકવાર ગરમ વસ્ત્રોમાં નજરે પડયા હતા તેમજ ઠંડીથી બચવા લોકોએ તાપણા કરી ઠંડી ઉડાવી હતી. જયારે મોડી સાંજે અને વહેલી સવારે લોકોએ કામ વગર બહાર જવાનું ટાળ્યું હતું. જયારે આગામી દિવસોમાં રાત્રે અને વહેલી સવારે ઠંડી અને બપોરના સમયે ગરમી રહે તેવી શકયતા વર્તાઈ રહી છે જો કે હાલ તો ઠંડા પવનો ફુંકાતા લોકો ઠંડીનો સામનો કરી રહ્યા છે.
કયાં કેટલું તાપમાન
સ્થળ લઘુત્તમ તા. (ડિગ્રીમાં
નલિયા ૭.ર
ગાંધીનગર ૯.ર
અમરેલી ૯.૯
ડીસા ૧૦.૩
અમદાવાદ ૧૦.પ
ભૂજ ૧૧.ર
દીવ ૧૧.૮
વડોદરા ૧ર.૪
કંડલા ૧ર.પ
રાજકોટ ૧૬.૧