અમદાવાદ,તા.૭
રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે હજુ ગરમી વધશે તેવી શકયતા વ્યકત કરવામાં આવી હતી રેડ એલર્ટ પણ જારી થાય તેવી ગરમી પડશે તેવી ચર્ચાઓ થવા લાગી હતી. ત્યાં સતત બીજા દિવસે મહત્તમ તાપમાનમાં રથી ૩ ડિગ્રી જેટલો ઘટાડો થતા લોકોને ગરમીથી સામાન્ય રાહત મળી છે જો કે બપોરના સમયે લોકો કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે. છતાં મહત્તમ તાપમાનમાં ઘટાડો થતા લોકો માનસિક અને શારીરિક બન્ને રીતે ગરમી ઘટી હોવાનો અનુભવ કરી રહ્યા છે અનેક સ્થળોએ તાપમાનનો પારો ૪૦ની નજીક પહોંચ્યો છે જયારે દરિયા કિનારાના વિસ્તારોમાં ભેજનું પ્રમાણ ઘટી જતા ગરમીમાં રાહત અનુભવાઈ છે. આજે રાજયમાં સૌથી વધુ ગરમી રાજકોટમાં અનુભવાઈ હતી. રાજકોટમાં પારો ૪૧.૮ ડિગ્રી રહેવા પામ્યો હતો જયારે અન્ય સ્થળોની વાત કરીએ તો અમરેલીમાં ૪૧.૬, સુરેન્દ્રનગરમાં ૪૧.પ, ગાંધીનગરમાં ૪૧.૦, અમદાવાદમાં ૪૦.૯, કંડલામાં ૪૦.૭, વડોદરામાં ૪૦.૪, ડીસામાં ૪૦.૩, ઈડરમાં ૪૦.ર, જયારે ભૂજમાં ગરમીનો પારો ૩૯.૦ર જેટલો રહેવા પામ્યો હતો જે ગઈકાલની તુલનામાં ઓછો હતો આમ લઘુત્તમ તાપમાનમાં સામાન્ય ઘટાડો થતા લોકોને ગરમીમાં મામુલી રાહત થઈ છે જો કે આવનાર દિવસોમાં ગરમીના સ્થિતિ કેવી રહેશે તેવી માત્ર શકયતા જ વ્યકત કરી શકાય કારણ કે યંત્રો કુદરત સામે લાચાર થઈ જાય છે.
ક્યાં કેટલું તાપમાન
સ્થળ મહત્તમ તાપમાન
રાજકોટ ૪૧.૮
અમરેલી ૪૧.૬
સુરેન્દ્રનગર ૪૧.પ
ગાંધીનગર ૪૧.૦
અમદાવાદ ૪૦.૯
કંડલા ૪૦.૭
વડોદરા ૪૦.૪
ડીસા ૪૦.૩
ઈડર ૪૦.ર
ભૂજ ૩૯.ર