અમદાવાદ, તા. ૧૬
કિલર સ્વાઈન ફ્લુનો આતંક રાજ્યભરમાં જારી રહ્યો છે. સ્વાઈન ફ્લુના કારણે વધુ ૧રના મોત મોતનો આંકડો રાજ્યમાં રોકેટગતિએ વધીને ૨૨૦ ઉપર પહોંચ્યો છે. હાલ સારવાર લઇ રહેલા લોકોની સંખ્યા ૧૧૨૯ નોંધાઈ છે જ્યારે સારવાર બાદ સ્વચ્થ થઇ ચુકેલા લોકોની સંખ્યા ૭૪૬ નોંધાઈ છે. આમ કુલ કેસોની સંખ્યા ૨૦૯૫ નોંધાઈ ચુકી છે. નવા કેસોની સંખ્યા આજે ૨૧૨ નોંધાઈ હતી જે પૈકી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળના વિસ્તારોમાં નોંધાયેલા કેસોની સંખ્યા ૯૧ નોંધાઈ છે જ્યારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળના વિસ્તારોમાં નોંધાયેલા કેસોની સંખ્યા ૩૧, સુરતમાં ૧૫, ગાંધીનગરમાં ૯, કચ્છમાં ૮, વડોદરા, મહેસાણામાં છ-છ, જુનાગઢ, આણંદ અને પાટણ અને બનાસકાંઠામાં ૩-૩ કેસો સપાટી ઉપર આવ્યા છે. આજે સ્વાઈન ફ્લુના કારણે વધુ ૧૨ લોકોના મોત થયા હતા જે પૈકી એએમસીમાં ૦૪ અને અમદાવાદમાં બે મોતનો સમાવેશ થાય છે. આવી જ રીતે એસએમસી, કચ્છ, ગિર સોમનાથ, બીએમસી, ભાવનગર, નવસારીમાં એક-એક વ્યક્તિનું મોત થયું છે. સ્વાઈન ફ્લુનો આતંક યથાવતરીતે જારી રહ્યો છે. આગામી દિવસોમાં સ્વાઈન ફ્લુ હાલ કાબુમાં આવે તેવી શક્યતા ઓછી દેખાઈ રહી છે. સૌરાષ્ટ્ર ઉપરાંત સુરત, રાજકોટ, અમદાવાદમાં પણ મોટાપાયે કેસો નોંધાયા છે. સ્વાઈન ફ્લુનો આતંક જારી રહેતા તંત્ર દ્વારા પણ સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા હોવાના દાવા વચ્ચે પોઝિટિવ કેસોની સંખ્યામાં પણ ઝડપથી વધારો થતાં તંત્રના તમામ દાવા પોકળ સાબિત થઇ રહ્યા છે. સ્વાઇન ફલુના ભરડામાં અમદાવાદ, વડોદરા, મહેસાણા, જુનાગઢ, આણંદ, પાટણ સહિતના વિસ્તારો આવી ગયા છે. નવા વિસ્તારો પણ ઉમેરાઈ રહ્યા છે. રાજયના જુદા જુદા શહેરો અને વિસ્તારોમાં મૃત્યુઆંક વધવાનો દોર આજે પણ જારી રહ્યો હતો. તો, સ્વાઇન ફલુના કારણે વધતા જતાં મૃત્યુ આંક વચ્ચે સ્વાઇન ફલુ પોઝીટીવના દર્દીઓની સંખ્યા પણ ચિંતાજનક રીતે વધી રહી છે. આજથી રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તમામ જિલ્લા કલેકટરો, મ્યુનિસિપલ કમિશનરો, જિલ્લા વિકાસ અધિકારીઓ અને આરોગ્ય અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરી તાજી પરિસ્થિતિ જાણી હતી અને સ્વાઇન ફલુની સારવાર અને તેને નિયંત્રણ સંબંધી જરૂરી સૂચનો પણ કર્યા હતા.
સ્વાઈન ફ્લૂના કેટલા કેસ અને કેટલ મોત

કુલ કેસોની સંખ્યા ૨૦૯૫
કુલ મૃતાંક ૨૨૦
સારવાર બાદ સ્વસ્થ થયેલા લોકો ૭૪૬
હાલ સારવાર હેઠળ રહેલા લોકો ૧૧૨૯
નવા કુલ કેસોની સંખ્યા ૨૧૨
એએમસીમાં નવા કેસો ૯૧
વીએમસીમાં નવા કેસો ૩૧
એસએમસીમાં નવાકેસ ૧૫
ગાંધીનગરમાં નવા કેસો ૯
કચ્છમાં નવા કેસ ૮
અમદાવાદમાં નવા કેસ ૭
વડોદરામાં નવા કેસ ૬
મહેસાણા નવા કેસ ૬
જુનાગઢ નવા કેસ ૩
આણંદ નવા કેસ ૩
પાટણ નવા કેસ ૩
રાજકોટમાં નવા કેસ ૧
૧૬મી ઓગસ્ટે મોત ૧૨