અમદાવાદ, તા.૯
રાજ્યમાં તમામ ગુમ/અપહરણ થયેલા બાળકોને શોધવા અંગે વર્ષ ર૦૧પમાં ઓપરેશન મુસ્કાન ડ્રાઈવ-૧ અને વર્ષ ર૦૧૬માં ઓપરેશન મુસ્કાન ડ્રાઈવ-ર તેમજ ભારત સરકારના મહિલા અને બાળવિભાગ દ્વારા વર્ષ ર૦૧૭માં ઓપરેશન મુસ્કાન ડ્રાઈવ-૩ની તા.૧/૭/ર૦૧૭થી તા.૩૧/૭/ર૦૧૭ સુધીની ડ્રાઈવ રાખવામાં જણાવવામાં આવ્યું હતું. રાજ્યના પોલીસ વડાની સૂચનાથી આઈડી ક્રાઈમ દ્વારા તમામ શહેર/જિલ્લામાં ગુમ/અપહરણ થયેલ બાળકો કે જે શોધવાના બાકી છે તેવા તા.૩૦/૪/૧૭ની સ્થિતિએ રાજ્યમાં ગુમ/અપહરણ થયેલ કુલ ૩ર૩૦ બાળકોને શોધવા ઓપરેશન મુસ્કાન ડ્રાઈવ-૩નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રાઈવ દરમિયાન કુલ ૩૪પ બાળકો શોધી કાઢવામાં આવ્યા છે. જેમાં સુરત શહેર-૧૧૩ અને અમદાવાદ શહેર-૩૩ ગુમ/અપહરણ થયેલ બાળકોને શોધી કાઢ્યા છે. તેમજ તમામ શહેર/જિલ્લામાં તા.૬ અને ૭/૭/ર૦૧૭ દિન-રની રખડતા-ભટકતા બાળકોને શોધવા અંગેની ઝુંબેશ રાખવામાં આવેલી. જેમાં મળી આવેલ કુલ-૪ર બાળકોને તેમના વાલી-વારસોને સોંપી પુનઃવસન કરવામાં આવ્યું છે. ઓપરેશન મુસ્કાન કામગીરી અર્થે ગુજરાતના બાળકો રાજસ્થાનના અન્ય સી.સી.આઈ ખાતે કુલ-૪૮ બાળકો રહેતા હોય જે અંગે અલગ અલગ ચાર ટીમ મોકલવામાં આવી છે. એમ સીઆઈડી ક્રાઈમે જણાવ્યું છે.