અમદાવાદ,તા.૪
આજે સવારેની સ્થિતિએ વ્યાપક વરસાદને કારણે રાજ્યના ર૦૩ જળાશયો પૈકી ૦૪ જળાશયો હાઈ એલર્ટ તેમજ ૦૪ જળાશયો એલર્ટ જાહેર કરાયા છે. રાજયના ર૦૩ જળાશયોની પાણી સંગ્રહની ક્ષમતા કુલ ૧પ૭૭૦.૩૯ મિલિયન કયુબીક મીટર પૈકી હાલમાં પ૦૧૩.પ૮ મિલિયન કયુબીક મીટર પાણીનો સંગ્રહ થયો છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજના સરદાર સરોવર ડેમ ૧૧પ.પ૪ મીટરની સપાટીએ પહોંચ્યો છે. આ સાથે સરદાર સરોવર ડેમ ૮૧.૩૦ ટકા જેટલો ભરાયો છે. રાજયના જે જળાશયોમાં ૯૦ ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો છે. તેમાં કચ્છ જિલ્લાના ફતેહગઢ, મોરબી જિલ્લાના ડેમ ૩, રાજકોટ જિલ્લાના ખોડા પીપર અને સુરેન્દ્રનગર જિલ્લાના ધોળીધજા એમ કુલ ૦૪ જળાશયો માટે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ભરૂચ જિલ્લાના ધોલી, જામનગર જિલ્લાના ઉન્ડર મોરબી જિલ્લાના મચ્છુર અને ડેમી-ર એમ મળી કુલ ૦૪ને એલર્ટ તેમજ મોરબી જિલ્લાના ઘોડાધ્રોઈ જળાશય માટે ચેતવણી આપવામાં આવી છે.