(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.૪
રાજ્યમાં ધીમે ધીમે વરસાદનું જોર વધતું જાય છે. રાજયભરમાં સાર્વત્રિક પડવાને બદલે વિવિધ વિભાગોમાં એક સાથે વરસી બે ચાર દિવસમાં બીજા વિભાગમાં વરસે છે. છેલ્લા ર૪ કલાકમાં રાજ્યના ૮૩ તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. જેમાં ગાંધીનગર જિલ્લાના કલોલમાં ૧૦ર મીમી એટલે કે ચાર ઈંચથી વધુ અને ગોધરામાં પણ ૧૦૯ મીમી વરસાદ નોંધાયો છે. રાજયમાં આજદિન સુધીનો કુલ વરસાદ રપ.૪૭ ટકા, જેટલો નોંધાયો છે. મળતી માહિતી અનુસાર છેલ્લા ર૪ કલાકમાં ઉત્તર ગુજરાત પંથકમાં પાટણ જિલ્લાના તાલુકાઓમાં હારીજ રપ મી.મી. મહેસાણા, જિલ્લાના તાલુકાઓમાં વીજાપુર ર૬ મી. મી., સાબરકાંઠા જિલ્લાના તાલુકાઓમાં હિંમતનગર ૩પ મી. મી. પ્રાંતિજ ૬૪ મી. તલોદ ૪૯ મી. મી. વરસાદ નોંધાયેલ છે. અરવલ્લી જિલ્લાના તાલુકાઓમાં બાયડ રર મી. મી. ભીલોડા ૩ર મી. મી. ધનસુરા પ૯ મી. મી. મેઘરાજ ર૧ મી. મી. અને મોડાસા પ૬ મી.મી. તો ગાંધીનગર જિલ્લાના તાલુકાઓમાં દહેગામ ૪ર મી. મી. ગાંધીનગર ૪૩ મી.મી. કલોલ ૧૦ર મી. મી., અને માણસ ૮પ મી. મી. વરસાદ નોંધાયેલ છે. પૂર્વ અને મધ્ય ગુજરાતમાં અમદાવાદ જિલ્લાના તાલુકાઓમાં અમદાવાદ ૩પ મી. મી. ખેંડા જિલ્લાના તાલુકાઓમાં કપડવંજ ૩૬ મી. મી., કઠલાલ રપ મી. મી., વરસાદ નોંધાયેલ છે. આણંદ જિલ્લાના તાલુકાઓમાં આંકલાવ ૪૦ મી. મી. બોરસદ ૩૦ મીમી, ખંભાત ૮૮ મીમી. તો વડોદરા જિલ્લાના તાલુકાઓમાં ડભોઇ ૭૩ મી.મી. દેસર ૭૪ મી. મી. પાદરા-સીનોર ૧૯-૧૯ મી.મી. વડોદરા ૬૩ મી. મી. વાઘોડીયા ૪૧ મી. મી. વરસાદ નોંધાયેલ છે. છોટા ઉદેપુર જિલ્લાના તાલુકાઓમાં બોડેલી ૪૩ મી. મી., છોટાઉદેપુર પ૬ મી.મી. જેતપુર પાવી રપ મી.મી. નસવાડી ૬૩ મી.મી. કવોટ ર૬ મી. મી. સંખેડા ૮૦ મી. મી. પંચમહાલ જિલ્લાના તાલુકાઓમાં ઘોઘંબા ૩૪ મી. મી. ગોધરા ૧૦૯ મી. મી. હાલોલ ૩૦ મી. મી. કલોલ ર૬ મી. મી. મોરવાહડફ ૩૪ મી. મી. વરસાદ નોંધાયેલ છે. મહીસાગર જિલ્લાના તાલુકાઓમાં ખાનપર ૩પ મી. મી. તો દાહોદ જિલ્લાના તાલુકાઓમાં દાહોદ ર૮ મી. મી. દેવગઢ બારીયા ૪૯ મી. મી., ગરબડા રપ મી. મી. અને લીમખેડા ૩૦ મી. મી. વરસાદ નોંધાયેલ છે. તાપી જિલ્લાના તાલુકાઓમાં ઉછદલ ૩૭ મી. મી. વાલોડ ર૭ મી.મી. વ્યારા ર૬ મી. મી., ડોલવણ ૧૯ મી. મી. અને કુકરમુંડા ર૩ મી. મી. તો સુરત જિલ્લાના તાલુકાઓમાં બારોડોલી ર૪ મી. મી. માંડવી રપ મી. મી. ઉમરપાડા ૩ર, મી. મી. અને પલસાણા રપ મી. મી. વરસાદ નોંધાયેલ છે. નવસારી જિલ્લાના તાલુકાઓમાં ચીખલી ર૦ મી. મી. જલાલપોર ર૦ મી.મી. ગણદેવી રર મી. મી. નવસારી, ૧૯ મી. મી.અને વાંસદા ૩૮ મી. મી. ખેરગામ રપ મી. મી. તો ડાંગ જિલ્લાના તાલુકાઓમાં સુબીર ર૧ મી.મી. વરસાદ નોંધાયેલ છે. જયારે વલસાડ જિલ્લાના તાલુકાઓમાં ધરમપુર ર૯ મી. મી. કપરાડા ૬૩ મી.મી. પારડી ર૦ મી. મી. અને વાપી ર૬ મી. મી. વરસાદ નોંધાયેલ છે.