(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.૭
ગુજરાત વિધાનસભાની ૧૮ર બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. ત્યારે ગુજરાત ઈલેકશન વોચ અને એસોસિએશન ફોર ડેમોક્રેટીક રીફોર્મસ (એડીઆર) દ્વારા ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવનારા ઉમેદવારોના નાણાકીય શૈક્ષણિક અને ગુનાહિત ઈતિહાસ અંગે વિશ્લેષણ કરવામાં આવ્યું છે. જેમાં ૧૮ર બેઠકો માટે ઉમેદવારી નોંધાવનારા કુલ ઉમેદવારોમાંથી ર૩૮ ઉમેદવારો સામે ક્રિમિનલ કેસ એટલે ગુનો નોંધાયેલો છે. જયારે ૧૪ર સામે સિરિયસ ક્રિમિનલ કેસ એટલે ગંભીર ગુનો નોંધાયેલો છે. તો મહિલાઓ સામેના ગુનામાં સંડોવાયેલા હોય તેવા ૭ ઉમેેદવારો છે. જયારે ૧૮ર બેઠકો ઉપર કુલ ૩૯૭ કરોડપતિ ઉમેદવારોએ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. જેમાં પ્રથમ તબક્કાની ચૂંટણીમાં ૧૯૮ જયારે બીજા તબક્કાની ચૂંટણીમાં ૧૯૯ કરોડપતિ ચૂંટણીના મેદાનમાં ઉતરશે. પક્ષ પ્રમાણે જોવા જઈએ તો ભાજપના સૌથી વધુ ૧૪ર ઉમેદવાર કરોડપતિ છે. તો બીજા નંબરે કોંગ્રેસના ૧ર૭ કરોડપતિ ઉમેદવાર છે. એનસીપીના ૧૭, આપના ૧૧ અને બીએસપીના પાંચ ઉમેદવારો કરોડપતિ છે.
ગુજરાત ઈલેકશન વોચ અને એડીઆર દ્વારા ગુરૂવારે ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીના ઉમેદવારોનું વિશ્લેષણ બહાર પાડવામાં આવ્યું હતું. આ અંગે ઈલેકશન વોચ વતિ પંકિત જોગ અને અનિલ વર્માએ જણાવ્યું હતું કે બીજા તબક્કાની ૯૩ બેઠકો માટે ૮પ૧ ઉમેદવારોએ નોંધણી કરાવી છે. ત્યારે ૮પ૧માંથી ૮રર ઉમેદવારોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. જેમાં કુલ ૮રર ઉમેદવારોમાં ૧૦૧ ઉમેદવારો સામે ક્રિમિનલ કેસ થયેલા છે. તો ૬૪ ઉમેદવારો સામે ખૂન, ખૂનનો પ્રયાસ અપહરણ મહિલાઓ સામેના ગુના સહિતના ગંભીર ગુનાઓ નોંધાયા છે. સાત ઉમેદવારો સામે ખૂનના પ્રયાસ અંગેના ગુના નોંધાયા છે. જયારે બે ઉમેદવાર સામે ખૂનના ગુના નોંધાયેલા છે. તો બે ઉમેદવારો સામે બળાત્કારના કેસ નોંધાયેલા છે. પક્ષ પ્રમાણે બીજા તબક્કાના ઉમેદવારોમાં ભાજપના રર, કોંગ્રેસના રપ, બીએસપીના ૬, એનસીપીના ૪ અને આપના ર ઉમેદવારો ગુનાહિત ઈતિહાસ ધરાવે છે.
બીજા તબક્કાની ૯૩ બેઠકોમાંથી ૧ર બેઠકો રેડ એલર્ટ મતવિસ્તાર તરીકે જોવા મળી છે. આ ૧ર બેઠકો ઉપર ૩ કે તેથી વધુ ઉમેદવારો સામે ક્રિમિનલ કેસ દાખલ છે. જેમાં વટવા બેઠક ઉપર સૌથી વધુ પાંચ ઉમેદવારો ગુનાહિત ઈતિહાસ ધરાવે છે જો કે બીજા તબક્કામાં ૧૯૯ ઉમેદવારો કરોડપતિ છે. જયારે પક્ષ પ્રમાણે ભાજપમાંથી ૬૬, કોંગ્રેસમાં ૬૭, એનસીપીમાં ૧૦, આપમાં પાંચ અને બીએસપીમાં ૩ ઉમેદવાર કરોડપતિ છે. જયારે ચાર ઉમેદવારોએ તેની પાસે મિલકત જ નથી હોવાનું સોગંદનામામાં જણાવ્યું છે તો ત્રણ ઉમેદવારોએ રૂા.૭૦૦થી રૂા. પ૦૦૦ સુધીની મિલકત હોવાનું જણાવ્યું છે ૧૯ ઉમેદવારોએ પાનકાર્ડ નંબરની વિગતો જ જાહેર કરી નથી. જયારે ૬૬ ઉમેદવારોએ તેમની આવકનો સ્ત્રોત જ જાહેર કર્યો નથી. તેવી જ રીતે ર૪ ઉમેદવારો ૧ કરોડથી વધુ મિલકત ધરાવતા હોવા છતાં ઈન્કમટેક્ષની વિગતો જાહેર કરી નથી. જયારે ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત ઉપર નજર કરીએ તો બીજા તબક્કાની ચૂંટણીમાં પ૧૮ ઉમેદવારોએ ધોરણ પથી ૧ર સુધી અભ્યાસ કરેલો છે. રર૭ ઉમેદવારો ગ્રેજયુએટ કે તેથી વધુ ભણેલા છે. જયારે ૪૩ ઉમેદવારોને તો માત્ર અક્ષરજ્ઞાન છે અને ૬ ઉમેદવારો નિરક્ષર છે. તો ૮ ઉમેદવારોએ તો કોઈ વિગતો જ જાહેર કરી નથી જો કે ચૂંટણી લડવા માટે રપ વર્ષ ઉંમર જરૂરી છે તેમ છતાં ઘાટલોડિયા અને પાલનપુરની બેઠક ઉપર ક્રમશ ૧૮ અને ર૪ વર્ષના ઉમેદવારો મેદાનમાં છે. ત્યારે તેમનું ફોર્મ કેવી રીતે પસંદ પામ્યું તેવો સવાલ એડીઆર અને ઈલેકશન વોચ દ્વારા ઉઠાવવામાં આવ્યો છે. બીજા તબક્કાના વિશ્લેષણ કરાયેલા ૮રર ઉમેદવારોમાંથી માત્ર ૬ર મહિલા જ ઉમેદવાર છે.
૬૭ પાર્ટીઓ વિધાનસભાની ચૂંટણીના મેદાનમાં
અમદાવાદ, તા.૭
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોનું વિશ્લેષણ કર્યા બાદ ગુજરાત ઈલેકશન વોચ અને છડ્ઢઇ વતી પંક્તિ જોગએ જણાવ્યું હતું કે વર્ષ-ર૦૧રની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ૪૦ રાજકીય પાર્ટીઓ હતી તે વધીને આ ચૂંટણીમાં ૬૭ પાર્ટીઓ થઈ ગઈ છે. જો કે ગત ચૂંટણીમાં ર૬૪ ઉમેદવારો સામે ક્રિમીનલ કેસ નોંધાયેલ હતા. જ્યારે આ ચૂંટણીમાં ઘટીને ર૩૮ ઉમેદવારો થઈ ગયા છે. તો ગંભીર ગુનાઓમાં ૧૧૬ ઉમેદવારો ગત ચૂંટણીમાં હતા ત્યારે આ ચૂંટણીમાં વધીને ૧૪ર થઈ ગયા છે.
મહિલાઓ સામેના કેસમાં સંડોવાયેલા ઉમેદવાર
ઉમેદવાર બેઠક પક્ષ
ભૂરિયા મહેશભાઈ ઝાલોદ ભાજપ
સોનજીભાઈ
અહીર (ભરવાડ) શહેરા ભાજપ
જેઠાભાઈ ધેલાભાઈ
ભૂષણ ભટ્ટ જમાલપુર ખાડિયા ભાજપ
શહઝાદહુસેન જમાલપુર ખાડિયા ઓલ ઈન્ડિયા હિન્દુસ્તાન કોંગ્રેસ પાર્ટી
મઝહરહુસેન તેજાબવાલા
૧૮ર બેઠકો ઉપર દાગી ઉમેદવારોનું ચિત્ર
ઉમેદવારોના ગુનાનો પ્રકાર પ્રથમ તબક્કો બીજો તબક્કો કુલ
ક્રિમિનલ કેસ ૧૩૭ ૧૦૧ ર૩૮
ગંભીર ૭૮ ૬૪ ૧૪ર
૩૦૭નો ગુનો ખૂનનો પ્રયત્ન ૮ ૭ ૧પ
મહિલા સામેના ગુનાના ૩ ૪ ૭
કેસ ધરાવતા ઉમેદવાર
ચૂંટણીમાં કયા પક્ષમાં કુલ કેટલા ઉમેદવાર કરોડપતિ ?
પક્ષ ઉમેદવાર
ભાજપ ૧૪ર
કોંગ્રેસ ૧ર૭
એનસીપી ૧૭
આપ ૧૧
બીએસપી પ
૧૮ર બેઠક ઉપર કયા પક્ષમાં કેટલા દાગી ઉમેદવાર
પક્ષ ક્રિમિનલ કેસ સિરિયસ ક્રિમિનલ કેસ
ભાજપ ૪૪ ર૩
કોંગ્રેસ પ૬ ૩૮
બીએસપી ૧૭ ૧૦
એનસીપી ૧૮ ૬
આપ ૪ ર
બીજા તબક્કામાં ૧ર બેઠકો પર રેડ એલર્ટ
વટવાના પાંચ ઉમેદવારનો ઈતિહાસ ગુનાથી ખરડાયેલો
બીજા તબક્કાની ચૂંટણીમાં ૯૩ બેઠકોમાંથી ૧ર બેઠકોમાં ૩ કે તેથી વધુ ઉમેદવારો સામે ક્રિમિનલ કેસ દાખલ થયેલા છે. આવી ૧ર રેડ એલર્ટ બેઠકોમાં ભાજપના ૬, કોંગ્રેસના-૬, એનસીપીના ર, શિવસેનાના ૩ ઉમેદવારો છે. રેડ એલર્ટ વાળી બેઠકોમાં વટવાની બેઠક ઉપર સૌથી વધુ પાંચ ઉમેદવારો ગુનાહિત ઈતિહાસ ધરાવતા છે. જયારે હિંમતનગર, જમાલપુર, ખાડિયા, બાલાસિનોર, શહેરા, દરિયાપુર, સાબરમતી, થરાદ, સંયાજીગંજ, વેજલપુર, વડગામ, સિધ્ધપુર બેઠકો દીઠ ૩ ઉમેદવારો ગુનાહિત ઈતિહાસવાળા છે.
Recent Comments