Gujarat

રાજ્યના તમામ તાલુકા મથકે નારી અદાલતો શરૂ કરવા સરકાર પ્રતિબદ્ધ : લીલાબેન અંકોલિયા

સુરત, તા.ર૨
ગુજરાત રાજ્ય મહિલા આયોગના ઉપક્રમે અને સેન્ટર ફોર વિમેન્સ સ્ટડીઝ (અર્થશાસ્ત્ર અને કાયદા વિભાગ)ના સહયોગથી ગુજરાત રાજ્યમાં મહિલા સંબંધિત કાયદાઓ અંગે જનાજાગૃતિ શિબિર નર્મદ યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે ગુજરાત રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષ લીલાબેન અંકોલીયાના અધ્યક્ષપદે યોજાઈ હતી. શિબિરના અધ્યક્ષ સ્થાનેથી લીલાબેન અંકોલીયાએ જણાવ્યું હતું કે, મહિલાઓના બંધારણીય અને કાનૂની હક્કોના રક્ષણ માટે તથા મહિલાઓના આર્થિક, સામાજિક, શૈક્ષણિક વિકાસની સાથે સ્ત્રી સશક્તિકરણને પ્રોત્સાહન આપવાના આશયથી ગુજરાત રાજ્ય મહિલા આયોગ અધિનિયમ-ર૦૦ર ઘડવામાં આવ્યો હતો. વર્ષ-ર૦૦પમાં ગુજરાત રાજ્ય મહિલા આયોગની રચના કરવામાં આવી હતી.મહિલાઓ ઉપર સાસરીપક્ષ દ્વારા થતા શારીરિક-માનસિક અત્યાચાર, ઘરેલું હિંસા, મિલકત અને છૂટાછેડાના પ્રશ્નો, બાળકોની કસ્ટડી, ભરણભોષણના કેસો, સ્ત્રીનું અપહરણ, શાળા કોલેજ જેવા અભ્યાસના અને કામના સ્થળે થતી જાતીય સતામણી, મહિલાઓ સંબંધિત સમસ્યાઓનું નિવારણ વિનામૂલ્યે કરવામાં આવે છે. આ ઉપરાંત રાજ્ય મહિલા આયોગ દ્વારા પીડિત અને મદદની જરૂરિયાત ધરાવતી કોઈપણ મહિલાનું કાઉન્સિલીંગ કરવામાં આવે છે. મહિલા આયોગ દ્વારા રાજ્યભરના દરેક તાલુકા મથકે નારી અદાલતો શરૂ કરવાનું લક્ષ્ય છે. જેને રાજ્ય સરકારની મંજૂરી પણ મળી ચૂકી છે. હાલ ગુજરાતમાં ર૪૦ કાર્યરત નારી અદાલતોમાં ર૬,૦૦૦ જેટલા કેસોનું સુખદ સમાધાન કરવામાં આવ્યું છે. તેમણે ઉમેર્યું કે, મહિલા આયોગ બંને પક્ષને સમાધાન દ્વારા નજીક લાવી સમસ્યાનો નિવેડો લાવવાનો પ્રામાણિક પ્રયાસ કરી શક્ય હોય ત્યાં સુધી મહત્તમ કેસોમાં પરિવારને તોડવાનું નહી, પણ જોડવાનંુ કામ કરે છે. રાજ્ય સરકારની સ્ત્રી સશક્તિકરણના અભિયાન અંતર્ગત રાજ્યમાં ર,પ૦,૦૦૦ સખી મંડળો થકી ૩પ લાખ મહિલાઓ આર્થિક રીતે પગભર બનીને પરિવારને સહાયરૂપ બની હોવાની વિગતો પણ તેમણે આપી હતી. કાયદાકીય જાગૃતિ શિબિરનો ઉદ્દેશ સ્પષ્ટ કરતા રાજ્ય મહિલા આયોગના સભ્ય સચિવ વીણાબેન પટેલે જણાવ્યું હતું કે, રાજ્યભરમાં અત્યાર સુધીમાં આવી ૭પથી વધારે યોજાયેલી શિબિરોમાં ૮૦ હજારથી વધુ મહિલાઓએ ભાગ લીધો છે. આયોગ દ્વારા મહિલાઓને બંધારણ એ કાયદાઓથી મળેલ હકોની જાણકારી આપવામાં આવે છે. આ ઉપરાંત માર્ગદર્શન અને સહાયતા માટે દિવસ દરમ્યાન સવારે ૧૦.૦૦થી સાંજે ૬.૦૦ વાગ્યા સુધી ટોલ ફ્રી નં.૧૮૦૦-ર૩૩-૧૧૧૧ પર સંપર્ક કરીને કાયદાકીય મદદ અને સલાહ મેળવી શકાય છે. ઉપરાંત ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન અંતર્ગત પણ ર૪ કલાક દરમ્યાન કોઈપણ મહિલા તાત્કાલિક મહિલા પોલીસની મદદ પારિવારિક વિખવાદ, જાતિય સતામણી જેવા મુદ્દે કાનૂની સહાયતા પ્રાપ્ત કરી શકે છે. એ વેળાએ ડિસ્ટ્રીકટ અને સેશન્સ જજ ગીતાબેન ગોપીએ મહિલાઓ માટેના પોક્સો એકટ, પી.સી. એન્ડ પી.એમ.ડી.ટી. એકટ, હેબિયસ કોર્પસ, ઘરેલું હિંસા જેવા કાયદાઓની મુદ્દાસર સમજૂતી આપી હતી. કાર્યક્રમમાં પેનલ ડિસ્કશન દ્વારા મહિલા સંબંધિત કાયદાઓ અને બંધારણીય હકો અંગે વિષય નિષ્ણાત અને પ્રાધ્યાપકો દ્વારા કાયદાકીય માર્ગદર્શન પુરૂં પાડવામાં આવ્યું હતું.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratHarmony

    ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

    માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
    Read more
    Gujarat

    વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

    શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
    Read more
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.