અમદાવાદ, તા.૯
ગુજરાત રાજ્ય હજ કમિટી મારફત જનારા હજયાત્રીઓનું વેઈટિંગ લિસ્ટ પ૮૪થી ૬૧૬નું પ્રોવિઝનલ સિલેકશન કરવામાં આવ્યું છે. તો આવા હજયાત્રીઓએ બંને હપ્તાની રકમ રૂા.ર,૧ર,૮૦૦ અજીજીયા કેટેગરી માટે અને ગ્રીન કેટેગરી માટે રૂા. ર,૪૬,૯પ૦ તથા કુર્બાનીના તેમજ જીવનકાળ દરમિયાન ગમે ત્યારે હજ કે ઉમરાહ કર્યા હોય તેવા હજયાત્રીઓએ વધારાના રૂા.૩પ,ર૦ર ભરી ૧ર મે સુધીમાં જરૂરી દસ્તાવેજો મોકલી આપવા ગુજરાત રાજ્ય હજ કમિટીના ચેરમેન પ્રો. મોહમ્મદ અલી કાદરી અને સેકશન અધિકારી એમ.કે. સિદ્દીકીએ એક યાદીમાં જણાવ્યું છે. હજ કમિટી ઓફ ઈન્ડિયાના પરિપત્ર મુજબ હજ વર્ષ-ર૦૧૮ માટેના હજ યાત્રિકોનું વેઈટિંગ લિસ્ટ ક્રમાંક પ૮૪થી ૬૧૬ પ્રોવિઝનલ સિલેકશન કરાયું હોવાથી તેમણે બંને હપ્તાની રકમ રૂા. ૮૧,૦૦૦ +૧,૩૧,૮૦૦ =ર,૧ર,૮૦૦ અજીજીયા માટે અને ગ્રીન કેટેગરી માટે ૮૧,૦૦૦ +૧,૬પ,૯પ૦=ર,૪૬,૯પ૦ની રકમ ઉપરાંત કુર્બાની (અદાહી) માટે વિકલ્પ આપેલ હોય તો તેની રકમ રૂા.૮૦૦૦/- જમા કરાવવાની થશે. આ ઉપરાંત જીવનકાળ દરમિયાન જેઓ હજ અથવા ઉમરાહ માટે ગયા હોય તેમણે સઉદી સરકારની સૂચના મુજબ સઉદી રિયાલ ર૦૦૦ પ્રમાણે રૂા.૩પ,ર૦ર/- વધારાના હજ કમિટી ઓફ ઈન્ડિયા, મારફત સઉદી સરકારને અચૂક ભરવાના રહેશે. આ રકમ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની (કોર ગ્રુપ)ની કોઈપણ શાખા દ્વારા હજ કમિટી ઓફ ઈન્ડિયાના ખાતા નં.૩ર૧૭પ૦ર૦૦૧૦ અથવા યુનિયન બેંક ઓફ ઈન્ડિયાની કોઈપણ શાખામાં હજ કમિટી ઓફ ઈન્ડિયાના ખાતા નં.૩૧૮૭૦ર૦૧૦૪૦૬૦૦૯માં ભરવાના રહેશે.