અમદાવાદ,તા.૪
ક્રિશ્ચિયન અને કેશલેસ ઈન્ડિયાને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે રાજયની વાહન વ્યવહાર વિભાગની કચેરીઓ અને વિવિધ ચેક પોસ્ટ ઉપર પોઈન્ટ ઓફ સેલ (પીઓએસ) મશીન માટે આજે ગાંધીનગર ખાતે વાહન વ્યવહાર રાજય મંત્રી વલ્લભભાઈ કાકડીયાની પ્રેરક ઉપસ્થિતિમાં વાહન વ્યવહાર વિભાગ અને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા વચ્ચે સમજૂતિ કરાર કરવામાં આવ્યા હતા. રાજયના નાગરિકો ઓન લાઈન પેમેન્ટ કરી શકે તે હેતુથી આગામી સમયમાં રાજયની આરટીઓ કચેરીઓ સહિત વિવિધ ચેકપોસ્ટ ઉપર ૧૦૦ પીઓએસ સ્વાઈપ મશીન મુકવામાં આવશે. આ સ્વાઈપ મશીનનો દરેક અરજદાર સ્વૈચ્છિક રીતે પેમેન્ટ કરવા માટે ઉપયોગ કરી શકશે.
આ સમજૂતિ પ્રસંગે વાહન વ્યવહાર વિભાગના અગ્રસચિવ વિપુલ મિત્રા, વાહન વ્યવહાર કમિશનર આર.એમ. જાદવ, અમદાવાદ સર્કલના એસબીઆઈના ચીફ જનરલ મેનેજર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યની આરટીઓ કચેરી અને ચેકપોસ્ટો પર ૧૦૦ જેટલા પીઓએસ સ્વાઈપ મશીનો મુકાશે

Recent Comments