(એજન્સી) શ્રીનગર,તા.ર૯
જમ્મુ-કાશ્મીરમાં કલમ ૩૭૦ને નાબુદ કર્યા બાદ રાજયના ત્રણ પૂર્વ મુખ્યમંત્રીઓને અટકાયત હેઠળ રખાયાની કાર્યવાહીને યથાર્થ ઠેરવવાનો પ્રયાસ કર્યો હતો હાલમાં ઓમર અબ્દુલ્લાહ, ફારૂક અબ્દુલ્લાહ અને મહેબુબા મુફતી અટકાયત હેઠળ છે. શ્રીનગરમાં પત્રકારો સાથે વાતચીત દરમ્યાન અટકાયતની કાર્યવાહી અંગે તેમને પૂછાતા રાજયપાલે કહ્યું કે તમે માનતા નથી કે લોકો નેતા બનવા જોઈએ ? હું ૩૦ વખત જેલમાં ગયો છું. જે લોકો જેલમાં જાય છે તે નેતા બને છે. તેમને ત્યાં રહેવા દો. તેઓ જેટલો સમય વધુ જેલમાં રહેશે. તેટલા ચૂંટણીમાં વધુ ચમકશે. મે છ માસ જેલવાસ વેઠયો હતો. અટકાયત અંગે તમે તેમના પ્રત્યે લાગણી રાખતા હોવ તો દુઃખી થશો નહીં. કટોકટી સમયે હું ફતેરગઢની જેલમાં છ માસ માટે બંધ હતો. ત્યારે આ બધા તેમના ઘરે હતા. કોઈ વ્યકિતની કોઈ મુદ્દા પર અટકાયત થાય અને જો કે શાણો હોય તો તેનો રાજકીય ફાયદો ઉઠાવે. તેમને શુભેચ્છા પાઠવું છું. ઓમર અબ્દુલ્લાહ અને મહેબુબા મુફતી ૪ ઓગસ્ટથી અટકાયત હેઠળ છે. જયારે સરકારે ૩૭૦ નાબુદ કરી ઓમર અબ્દુલ્લાહ હરિનિવાસ પેલેસમાં છે. જયારે મહેબુબા ચશ્મા શાહી શ્રીનગરમાં છે. માત્ર ત્રણ પૂર્વ મુખ્યમંત્રીઓ જ નહીં, આઈએએસ અગ્રણીઓ, પૂર્વ કેન્દ્રીયમંત્રીઓ, સાત પૂર્વ રાજયમંત્રીઓ, શ્રીનગરના મેયર, ડે. મેયર પણ અટકાયત હેઠળ છે.