અમદાવાદ,તા. ૮
રાજયસભાની ચૂંટણીને લઇ વહેલી સવારથી જ ભારે ઉત્તેજના અને હાઇવોલ્ટેજ થ્રીલર-સસ્પેન્સ છવાયા
સ્વર્ણિમ સંકુલ-૨ રાજયસભાની ચૂંટણીને લઇ ૧૫૦૦થી વધુ સશસ્ત્ર સુરક્ષા જવાનો ખડકાયા
સ્વર્ણિમ સંકુલ-૨ના સાપુતારા હોલમાં રાજયસભાની ત્રણ બેઠકો માટે મતદાન યોજાયું
બરોબર ૯-૦૦ના ટકોરે રાજયસભાની ચૂંટણીનું મતદાન શરૂ થયુ
વિધાનસભાના ભાજપના દંડક પંકજ દેસાઇએ સૌથી પહેલા મતદાન મથકે પહોંચી મતદાન કર્યું
ત્યારબાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદીપસિંહ જાડેજા વગેરે પહોંચ્યા
વહેલી સવારે કોંગ્રેસના ધારાસભ્યો આણંદ નિજાનંદ રિસોર્ટથી સ્વર્ણિમ સંકુલ-૨ ખાતે આવવા લક્ઝરી બસમાં નીકળ્યા
કોંગ્રેસના ધારાસભ્યોની સુરક્ષા માટે આણંદથી ગાંધીનગર સુધીના સમગ્ર રૂટમાં લોખંડી બંદોબસ્ત તૈનાત કરાયો હતો
આ સિવાય કોંગ્રેસના ધારાસભ્યોની સુરક્ષા અને વોચ માટે યુથ કોંગ્રેસના નેતા-કાર્યકરોની સેંકડો ગાડીઓનો કાફલો સમગ્ર રૂટ પર હતો
બરોબર ૮-૧૯ મિનિટે કોંગ્રેસના ધારાસભ્યોનો કાફલો અમદાવાદની હદમાં પહોંચ્યો હતો
અમદાવાદથી એસ.પી.રિંગરોડ થઇ કોંગ્રેસના ધારાસભ્યો ગાંધીનગર તરફ વળ્યા હતા
શંકરસિંહ વાઘેલા ૯-૦૩ મિનિટે મતદાન માટે સ્વર્ણિમ સંકુલ-૨ ખાતે પહોંચ્યા
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સવારે ૯-૨૦ મિનિટે સ્વર્ણિમ સંકુલ-૨ ખાતે પહોંચ્યા
૯-૨૫ મિનિટે કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાની પણ આવી પહોંચ્યા
૯-૨૮ મિનિટે કોંગ્રેસના અહમદ પટેલની સ્વર્ણિમ સંકુલ-૨ ખાતે એન્ટ્રી થઇ
બરોબર ૧૦-૧૦ મિનિટે કોંગ્રસના ધારાસભ્યો ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ-૨ ખાતે પહોંચ્યા હતા
કોંગ્રેસના તમામ ધારાસભ્યોને ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોત હાથ મિલાવી શુભેચ્છા પાઠવતા હતા
વાઘેલા જૂથના સાત ધારાસભ્યોએ ભાજપ તરફી મતદાન કર્યું
એનસીપીના કાંધલ જાડેજાએ ભાજપને મત આપ્યો
કોંગ્રેસના ૪૪ ધારાસભ્યો પૈકી કરમશીભાઇ પટેલે કોંગ્રેસથી વિરૂધ્ધ ક્રોસ વોટીંગ કર્યું
રાજયસભાની ચૂંટણીના વોટીંગ દરમ્યાન દિવસભર ક્રોસ વોટીંગના મુદ્દો છવાયેલો રહ્યો
કેન્દ્રીય ચૂંટણી પંચે મતદાનના સીસીટીવી ફુટેજ અને વીડિયોગ્રાફીની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી
એનસીપી અને જેડીયુના મતોને લઇ ભારે વિવાદ અને અલગ-અલગ દાવાઓ થયા હતા
કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યોના વિવાદીત મત અને સ્થિતિને લઇ કોંગ્રેસે દિલ્હીમાં વર્કીંગ કમિટીની અરજન્ટ બેઠક બોલાવી હતી
બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા
એનસીપી, જેડીયુના અને જીપીપીના મતોની સસ્પેેન્સને લઇ ભાજપ અને કોંગ્રેસના બંને નેતાઓના હૃદયના ધબકારા વધતા જોવા મળ્યા હતા
રાજયસભાની ચૂંટણીને લઇ ભાજપ અને કોંગ્રેસના નેતાઓ દ્વારા પોતપોતાના ઉમેદવારોના જીતના દાવાઓ કરાયા હતા
ટીવી ચેનલો અને મીડિયામાં પણ સમગ્ર દિવસ દરમ્યાન ગુજરાતની રાજયસભાની ચૂંટણી જ છવાયેલી રહી હતી
ગુજરાતની રાજયસભાની ચૂંટણી આજે દેશના રાજકારણમાં ચર્ચાનું કેન્દ્ર બની રહી હતી
રાઘવજી પટેલ અને ભોળાભાઇ ગોહિલે બંને પક્ષના અધિકૃત એજન્ટોને તેમનો મત બતાવ્યો હોવાથી વિવાદ સર્જાયો
કોંગ્રેસે આ બંને બળવાખોર ધારાસભ્યોના મત રદ કરવા માંગણી કરી હતી તો, ભાજપે મત માન્ય રાખવા જીદ પકડી હતી
કોંગ્રેસના આક્ષેપ સંદર્ભે રાજયસભા ચૂંટણી નિરીક્ષક બી.બી.સ્વૈને મતદાનનું વીડિયો રેકોર્ડીંગ જોયું હતુ
ચૂંટણી નિરીક્ષકે બાદમાં આ સમગ્ર મામલામાં ચૂંટણી પંચનું માર્ગદર્શન માંગ્યું હતું
કોંગ્રેસની ફરિયાદ અને તેની તપાસને લઇ રાજયસભાની ચૂંટણીની મતગણતરી વિલંબમાં પડી હતી