અમદાવાદ, તા. ૭
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું હતું કે, ભાજપ ગુજરાતમાં રાજ્યસભાની ત્રણે ત્રણ બેઠકો જીતી જશે. રૂપાણીએ એમ પણ કહ્યું હતું કે, કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીના રાજકીય સચિવ અહમદ પટેલની પણ ચોક્કસપણે હાર થશે. કર્ણાટક અને ગુજરાતમાં રિસોર્ટમાં તેમના ધારાસભ્યોને રાખવાની કોંગ્રેસની યોજનાની ઝાટકણી કાઢતા રૂપાણીએ કહ્યું હતું કે, જ્યારે રાજ્યના લોકો પુર અને ભારે વરસાદના કારણે મરી રહ્યા હતા ત્યારે કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્યો મોજમજા કરી રહ્યા હતા. પાર્ટીના ધારાસભ્યો કોંગ્રેસના નિયંત્રણ હેઠળ નથી. કારણ કે, હાઈકમાન્ડને તેમનામાં વિશ્વાસ નથી.