(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૨૩
આણંદ જિલ્લામાંથી અનેક પરિવારો અમેરિકા, લંડન, ઓસ્ટ્રેોલિયા સહિત વિશ્વના અનેક દેશોમાં વસવાટ કરે છે. ત્યારે રક્ષાબંધનના પર્વ નિમિત્તે બહેનો દ્વારા પોતાના વિદેશ રહેતા લાડકવાયા ભાઈને રાખડી મોકલવામાં આવે છે. ત્યારે આણંદની પોસ્ટ ઓફિસમાંથી છેલ્લા ૪ દિવસથી દૈનિક રપ૦૦થી૩૦૦૦ જેટલી રાખડીઓ વિદેશ મોકલવામાં આવે છે.
ભાઈ બહેનનાં પ્રેમનુું પર્વ રક્ષાબંધ આડે હવે પાંચ દિવસ બાકી રહ્યાં છે. ત્યારે આણંદ જિલ્લામાં રહેતી બહેનો દ્વારા પોતાના વિદેશ રહેતા લાડકવાયા ભાઈઓને ટપાલ દ્વારા રાખડી મોકલવામાં આવે છે અને આણંદની મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે વિશ્વના જુદા જુદા દેશોમાં મોકલવા માટે દૈનિક રપ૦૦થી૩૦૦૦ રાખડીના કવરો મળી રહ્યાં છે.
આ અંગે આણંદની પોસ્ટ ઓફિસનાં વિજયભાઈ અજવાળિયાએ જણાવ્યુું હતું કે છેલ્લા ચાર દિવસથી વિદેશી મોકલવા માટેની રાખડીના કવરો મળી રહ્યાં છે અને દૈનિક રપ૦૦થી૩૦૦૦ જેટલા કવરો વિશ્વના જુદાજુદા દેશોમાં મોકલવા માટેનાં આવી રહ્યાં છે. જેને રક્ષાબંધનના પર્વની લઈને પોસ્ટ વિભાગ દ્વારા અગ્રીમતાના ધોરણે વિદેશ રવાના કરવામાં આવી રહ્યાં છે.