(એજન્સી)
નવી દિલ્હી,તા.રર
દેશની ૪૧ જેટલી શસ્ત્ર ફેકટરીઓમાં ગઈકાલથી શરૂ થયેલી હડતાળ બાદ રક્ષા મંત્રાલયે આરોપ મૂકયો છે કે શસ્ત્રોની ફેકટરીઓ દ્વારા હલકી કક્ષાની ગુણવત્તાવાળા માલસામાનનું વિતરણ થાય છે. ગ્રાહકો પાસે વધુ દરો લેવાય છે. જયારે ઉત્પાદકતાની કાર્યશકિત ઘણી હલકી કક્ષાની છે. હલકી ગુણવત્તાવાળા ઉત્પાદન માલસામાન સતત ચિંતાનો વિષય છે. તેમ રક્ષા મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું.
સૂત્રોએ કહ્યું કે ઓએફબી યુનીટોના ખાનગીકરણનો કોઈ પ્રસ્તાવ નથી. ટેબલ પર જે પ્રસ્તાવ છે તે ૧૦૦ ટકા સરકારી માલિકીના કોર્પોરેટ હતો. તેને બદલવાનો છે. જે ર૦૧૩ના કંપની કાનૂન મુજબ કામ કરવાની સ્વાયત્તતાને આધિન હશે. હાલમાં ઓએફબી પેટા કચેરીઓ કે જે રક્ષા ઉત્પાદન વિભાગ હસ્તક છે. તેનો હેતુ આધુનિકરણ કરવાનો છે.