(સંવાદદાતા દ્વારા)
વાપી, તા.૨
વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મહાત્મા ૧૫૦મી ગાંધી જયંતી અને રાષ્ટ્રીય નેતા અને ભારત દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન લાલ બહાદૂર શાસ્ત્રીની જન્મજયંતી નિમિત્તે વાપીમાં મહાત્મા ગાંધી અમર રહો અને જય જવાન, જય કિસાનના નારા સાથે, સૂત્રો સાથે વિશાળ રેલી યોજી હતી. આ રેલી ગુંજન ઓવરબ્રિજ પાસે પેપીલોન હોટલ પાસેથી શરૂઆત કરવામાં આવી હતી અને મહાત્મા ગાંધી અમર રહો અને જય જવાન જય કિસાન નાં નારા સાથે સુત્રો પોકારી ઊઠયા હતા અને આ રેલી વાપી સર્કિટ હાઉસ ની સામે આવેલા કોપરલી ચાર રસ્તા પાસે મહાત્મા ગાંધીજીની પ્રતિમા ને સુતરની આંટી પહેરાવી હતી. આ વિશાળ રેલી મા વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દિનેશ પટેલ , કપરાડા તાલુકાના વિધાનસભ્ય જીતુ ચૌધરી , વાપી શહેર કોંગ્રેસ પ્રમુખ નિમેશ વશી , મિલન દેસાઈ , વલસાડ જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા ભોલા પટેલ , વાપી શહેર નગરપાલિકા વિરોધ પક્ષના નેતા ખડું પટેલ , વલસાડ જિલ્લા પંચાયતના સભ્ય ભાવિક પટેલ , વાપી તાલુકા પ્રમુખ રમેશ પટેલ ,એ.આઇ.સી.સી. સભ્ય જયશ્રીબેન પટેલ , આશાબેન કુબે ,શીલ્પાબેન પટેલ , અબ્દુલ રહીમ , વિનય શાહ , અલ્કેશ દેસાઈ સહિત સમગ્ર વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના અગ્રણીઓ , મહિલા કોંગ્રેસ કાર્યકરો , યુવા મોરચા કાર્યકરો બહોળી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા.