(એજન્સી) તા.ર૦
ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં ઇસ્લામોફોબિયા તથા જાતિવાદ વિરુદ્ધ હજારો ઓસ્ટ્રેલિયાઇ નાગરિકો માર્ગો પર ઊતરી આવ્યા હતા. આ લોકોએ આ રેલીનું આયોજન ન્યુઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચમાં બે મસ્જિદો પર થયેલા હુમલાને પગલે કર્યું હતું. આ દરમિયાન દેખાવકારોએ મેલબોર્નના માર્ગો પર ઊતરી જાતિવાદ વિરોધી સૂત્રોચ્ચાર કર્યો હતો અને સરકાર પર આરોપ મૂક્યો હતો કે ઓસ્ટ્રલિયામાં મુસ્લિમોમાં ભય પેદા કરવાનો પ્રયાસ કરાઇ રહ્યો છે. રેલીમાં એક પ્રવક્તાએ કહ્યું કે જ્યારે પણ અમારા રાજનેતાઓ કોઈ મુસ્લિમ પર પ્રહાર કરે છે, શરણાર્થીને પકડીને જેલમાં પૂરે છે ત્યારે તેઓ આવી જાતિવાદી ઘટનાઓને પ્રોત્સાહન આપી દે છે. ઓસ્ટ્રેલિયાના સેનેટર ફ્રેઝર એનિંગે એક નિવેદનમાં કહ્યું હતું કે ન્યુઝીલેન્ડમાં મુસ્લિમોના ઇમિગ્રેશનને કારણે આ હુમલો કરાયો હતો. આ દરમિયાન ૧ મિલિયન જેટલા ઓસ્ટ્રેલિયનોએ પિટિશન પર હસ્તાક્ષર કરીને સેનેટરને હટાવી દેવાની માગણી કરી નાખી હતી. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન પણ ન્યુઝીલેન્ડના હુમલાની આકરી ટીકા કરી ચૂક્યા હતા. તેમણે કહ્યું હતું કે આ હુમલો ફક્ત મુસ્લિમો પર નહીં પરંતુ સૌ લોકો પર કરવામાં આવ્યો હતો.
ક્રાઇસ્ટચર્ચમાં મસ્જિદો પર હુમલા પછી જાતિવાદના વિરોધમાં મેલબોર્નમાં હજારો લોકો રેલીમાં જોડાયા

Recent Comments