(એજન્સી) ચંદીગઢ, તા. ૩
બળાત્કારી રામ રહીમની સૌથી મોટી સેવાદાર અને દત્તક પુત્રી હનીપ્રિત ઈંસા છેવટ હરિયાણા પોલીસના સકંજા આવી છે. પંજાબના જીરકપુરમાં પટીયિલા રોડથી હનીપ્રિતની બપોરના ત્રણ વાગ્યે ધરપકડ કરવામાં આવી પછી પોલીસે તેને અટકાયતમાં લીધી હતી. હનીપ્રિતની ધરપકડનો શ્રેય લેવા પર પંજાબ અને હરિયાણા પોલીસ વચ્ચે વાદ-વિવાદ થયો. એક બાજુ પંજાબ પોલીસે હનીપ્રીતની ધરપકડની વાત કરી છે તો હરિયાણા પોલીસે એવું કહ્યું કે પંજાબ પોલીસ ફક્ત સહયોગ આપ્યો છે. ૩૮ દિવસથી ફરાર હનીપ્રિત અચાનક જ મંગળળારે ટીવી ચેનલોમાં ઈન્ટરવ્યૂ આપતી જોઈ શકાતી હતી. મીડિયા સાથેની વાતચીતમાં હનીપ્રિતે પોતાની જાત અને પાપા ગુરમીત રામ રહીમને નિર્દોષ ગણાવ્યાં. ઘણી ન્યૂઝ ચેનલોમાં હનીપ્રીત મંગળવાર સવારથી દેખાવા લાગી હતી ત્યાર બાદ હરિયાણા પોલીસે તેની ધરપકડ કરી. પોલીસે કહ્યું કે હનીપ્રીતને બુધવારે પંચકુલાની કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ધરપકડ થતાં પૂર્વે ટીવી ચેનલ સાથેની વાતચીતમાં હનીપ્રીતે કહ્યું કે હિંસાના આરોપથી બર્બાદ,ડિપ્રેશનનો શિકાર બની, શું કોઈ પિતા પુત્રીના માથા પર હાથ ન રાખી શકે. હનીએ રામ રહીમ દ્વારા જાતીષ શૌષણના આરોપોને પણ ફગાવ્યાં. હનીએ કહ્યું કે પાપા અને મારો સંબંધ અતિ પવિત્ર છે. હનીએ હું હરિયાણાથી દિલ્હી આવી. હવે હરિયાણા-પંજાબ કોર્ટમાં જઈશ. તેણે કહ્યું કે હું નેપાળ ભાગી નથી, ભારતમાં જ હતી. હનીએ કહ્યું કે હું અને પાપા નિર્દોષ છીએ. સત્યની જીત થશે. શું તમે મને એક પણ એવો શબ્દ એવો કહેતા સાંભળી કે જે લોકોને ઉશ્કેરતા હોય. હું પંચકૂલાની સીબીઆઈ કોર્ટમાં ગઈ હતી. મને આશા હતી કે મારા પિતા સાંજ સુધીમાં પરત ફરશે. પરંતુ જ્યારે મને દોષી ઠેરવવામાં આવી ત્યારે હું ડિપ્રેશનનો ભોગ બની. હું બીજું કશુક કેવી રીતે વિચારી શકું. જે દિવસે પાપાની ધરપકડ થઈ તે દિવસે મારી પર આભ તૂટી પડ્યું હતું. રામ રહીમ સામેના બળાત્કારના આક્ષેપોને ફગાવતાં હનીએ કહ્યું કે પાપાજી (રામ રહીમ) દ્વારા લાખો મહિલાઓનું શસક્ત બનાવવામાં આવી છે. રામ રહીમની ધરપકડ હરિયાણા, દિલ્હી અને રાજસ્થાનમાં ફેલાયેલી હિંસા બાદ હનીપ્રીત ફરાર થતી. હનીપ્રીત પર પંચકૂલા હિંસા ભડકાવાનો અને લોકોને સહાય કરવાનો આક્ષેપ છે.
હનીપ્રીતસિંહ ઇન્સાન આટલા લાંબા સમય સુધી ક્યાં છૂપાઇ હતી તેનો પોલીસે ખુલાસો કર્યો
નવી દિલ્હી, તા. ૩
કેટલાક અજાણ્યા સ્થળો પરથી બે ન્યૂઝ ચેનલોના રિપોર્ટરો સાથે વાત કર્યા બાદ હનીપ્રીતસિંહ ઇન્સાની ધરપકડ કરવામાં આવી હતી જોકે, હરિયાણા પોલીસ છેલ્લા એક મહિનાથી તેને શોધી રહી હતી. હરિયાણાના ડીજીપી બીએસ સાધુએ જણાવ્યું હતું કે, પ્રિયંકા તનેજા એલિયાસ હનીપ્રીતસિંહને ઝિરાકપુર-પટિયાલા રોડ પરથી પકડવામાં આવી હતી. પંચકુલા પોલીસ કમિશનરે કહ્યું કે, એક મહિલાએ સ્પષ્ટતા કરી હતી કે, ભટિંડા જિલ્લાના એક સ્થાન પર તે હનીપ્રીત સાથે છૂપાઇ હતી. તેમણે કહ્યું કે, મહિલા ડેરાની અનુયાયી છે અને તેનું નામ સુખદીપ છે અને હનીપ્રીત તેના ઘરમાં છૂપાઇ હતી. તેમણે કહ્યું કે, આ મહિલાને પકડી લેવામાં આવશે અને તપાસ હજુ ચાલુ છે.
છેલ્લા કેટલાક સમયથી હનીપ્રીત ન પકડાતા હરિયાણા પોલીસની ભારે ટીકા થઇ રહી હતી. રામ રહીમને દોષિત જાહેર કર્યો ત્યારે ભડકેલી હિંસાની ઘટનાઓમાં સંડોવણીમાં હનીપ્રીત ૪૩ વોન્ટેડ લોકોમાં સામેલ હતી. મીડિયા સાથે વાત કરતા પંચકુલાના પોલીસ કમિશનરે જણાવ્યું કે, હનીપ્રીતને પંજાબના ઝિકારપુર-પટિયાલા રોડ પરથી પકડવામાં આવી હતી અને તેને એસઆઇટીને સોંપી દેવામાં આવી હતી. હનીપ્રીતને બુધવારે પંચકુલા કોર્ટ સમક્ષ રજૂ કરાશે જ્યાં પોલીસ તેની પૂછપરછ માટે કસ્ટડી માગશે.