(એજન્સી) તા.ર૭
હરિયાણાની ભાજપ સરકારમાં દેશને ગૌરવાન્વિત કરનારા રમતવીરોની નારાજગી ફરી એકવાર સામે આવી છે. આ નારાજગી મનોહર સરકારમાં પહેલવાન બજરંગ પુનિયા, વિનેશ ફોગાટે જાહેર કરી છે તેમની નારાજગી પુરસ્કાર રાશિમાં કાપ અંગે છે. તેમણે જણાવ્યું છે કે ખેલાડી સરકારની નીતિઓથી ખુશ નથી. ખેલાડીઓની નારાજગી અંગે રમત મંત્રી અનિલ વિજે જણાવ્યું કે રમતનીતિ મુજબ જ પુરસ્કાર રકમ ફાળવવામાં આવી છે. જો કંઈક ગરબડ છે તો તે વિભાગ સાથે વાત કરી શકે છે. અમે પોતાના ખેલાડીઓનું કયારેય અપમાન કર્યો નથી. જ્યારે ખેલાડીઓને તમે પુરસ્કારનો વચન આપો છો ત્યારે તે ખેલાડીઓને તમે પૈસાની લાલચ નહીં પરંતુ ખેલાડીઓનો સાથ આપવાનું વચન આપે છે. જો તમે પોતાના કરેલા વચનોને પૂરા નથી કરી શકતા તો પછી ભવિષ્યમાં કોઈપણ ખેલાડી તમારી પાસે કઈ વાતની આશા રાખે. પહેલવાન બજરંગ પુનિયાએ ભાજપ સરકારના વચન પરથી ફરવા અંગે એક પછી એક ટ્‌વીટ કર્યા. તેમણે જણાવ્યુું કે, હરિયાણાના યુવાઓએ દેશને અનેક શ્રેષ્ઠ મેડલ આપ્યા છે. ભલે જ એક નાનો રાજ્ય છે. હરિયાણા પરંતુ અહીંના ખેલાડીઓએ સંપૂર્ણ દેશને અનેક વખત ગર્વિત કર્યા છે. તેમને મળવાની રકમમાં કાપ કરી તેમના મનોબળને ન તોડવામાં આવે. મારી હરિયાણા સરકારથી વિંનતી છે કે આ નિર્ણય પર ફરી વિચાર કરે. ત્યાં ખેલાડી વિનેશ ફોગાટે આ મામલા પર ટ્‌વીટ કરતા જણાવ્યું હતું કે દરેક વખત તમે આજ પ્રયાસમાં રહો છો કે કેવી રીતે ખેલાડીઓને હેરાન કરવામાં આવે. મેં આજ સુધી હરિયાણામાં ખેલાડીઓનું આટલું અપમાન કરનારી સરકાર જોઈ નથી. હું પૂછવા ઈચ્છું છું તમને આજ સુધી કેટલા ખેલાડીઓને પ્રાઈઝ મની અને જોબ આપવાનું કામ કર્યું છે. તે ઉપરાંત ખેલાડીઓની પ્રાઈઝ મનીમાં કાપ પર ઓલંપિનયન યોગેશ્વર દત્ત પણ નિરાશા વ્યક્ત કરી ચૂકયા છે. તેમણે અનિલ વીજને ટ્‌વીટ કરી લખ્યું હતું કે રમત મંત્રી ખેલાડીઓની પ્રાઈઝ મનીમાં કાપ કરવો ખૂબ જ દૂર્ભાગ્યપૂર્ણ છે. પ્રાઈઝ મનીના કાપ કરવાનું કારણ ખેલાડીઓને બતાવો. ખેલાડી હરિયાણા અને દેશનું માન ધરાવે છે. તેમનું મનોબળ વધારો જેનાથી આવનારી ઓલિમ્પિકમાં દેશ માટે વધુમાં વધુ પદક જીતી શકે. આ કોઈ પ્રથમ મામલો નથી જ્યાં ખેલાડીઓએ મનોહર સરકાર પર વચન પરથી ફરી જવાનો આરોપ લગાવ્યો હતો. મનુ ભાકરે હરિયાણાની ભાજપ સરકાર પર આરોપ લગાવ્યો હતો કે પહેલાં સરકારે ર કરોડ રૂપિયાની જાહેરાત કરી હતી પછી ઈનામની રકમ ઘટાડી દીધી હતી અને હવે બીજું કંઈ કહી રહ્યા છે.