(એજન્સી) તા.૧પ
મોહમ્મદ અલી ઝીણાને સ્પષ્ટવાદી હસ્તી ગણાવતા ઈતિહાસકાર અને લેખક રામચંદ્ર ગુહાએ કહ્યું કે પાકિસ્તાનના સંસ્થાપક એક પોઇન્ટવાળા એજન્ડા પર ચાલનારા દક્ષ નેતા હતા. ગુહાએ સ્વીકાયુર્ં હતું કે તેમનું નવું પુસ્તક ગાંધી : ધી ઈયર્સ ધેટ ચેન્જ ધી વર્લ્ડ, ૧૯૧૪-૧૯૪૮ સહાનુભૂતિપૂર્ણ નથી. તે સમયે તમામ નેતાઓ વચ્ચે ઝીણાના વ્યક્તિત્વમાં ખામીઓની ગુહાએ અવગણના કરી હશે. ગુહાએ એક જાણીતા મીડિયા એજન્સીને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ૧૯૩૦ના દાયકાની શરૂઆતમાં જ ઝીણાનો એકમાત્ર એજન્ડા હતો કે પાકિસ્તાનનું નિર્માણ થાય અને જેનો હું નેતા બનું. તેમણે કહ્યું કે એટલા માટે તેનો અર્થ એમ થયો કે તે ૧૯૩૦ બાદથી અપેક્ષાકૃત સ્પષ્ટવાદી હતા જ્યારે તેમની નવી ઇચ્છા થઈ કે એક નવા દેશનું નિર્માણ કરવામાં આવે જેના નેતા તે બને. તે પાકિસ્તાનના કાયદ-એ-આઝમની તુલના ભાજપ અધ્યક્ષ અમિત શાહથી કરે છે. તેમણે કહ્યું કે કેટલાક માયનામાં તમે ઝીણાની તુલના અમિત શાહથી કરી શકો છો કેમ કે તે કહે છે કે જે પણ થાય હું ચૂંટણી જીતીશ અને ઝીણા કહેતા હતા કે જે પણ થાય હું પાકિસ્તાન લઈને જ ઝંપીશ અને ભલે તેના માટે લાશો પાથરવી પડે. ૧૧૦૦થી વધુ પાનાના પુસ્તકમાં ગાંધીના દક્ષિણ આફ્રિકા છોડવાથી લઇને ૧૯૪૮માં તેમની હત્યા સુધીનું વર્ણન કરાયું છે.