(એજન્સી) શ્રીનગર, તા.૧૦
જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ દરેક પક્ષો સાથેની બેઠક બાદ કેન્દ્ર સરકારને રમઝાન અને અમરનાથ યાત્રાને જોતાં આતંકીઓ વિરૂદ્ધ એકતરફી યુદ્ધવિરામ કરવાની અપીલ કરી છે. રાજ્યના દરેક પક્ષોના પ્રતિનિધિઓએ આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ બેઠક યોજવાની માગણી કરી છે. આગામી સપ્તાહે વડાપ્રધાન રાજ્યની મુલાકાત લે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. જમ્મુ-કાશ્મીરમાં ગત દિવસોમાં પથ્થરમારામાં પર્યટકના મૃત્યુ બાદ આકરી ટીકાઓ વચ્ચે મહેબૂબા મુફ્તીએ પ્રદેશની વર્તમાન સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા માટે બુધવારે દરેક પક્ષોની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં દરેક દળોએ કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાં શાંતિ સ્થાપવા માટે એકતરફી યુદ્ધવિરામની પહેલ કરવાની અપીલ કરી.
દરેક પક્ષો સાથેની બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતાં મહેબૂબા મુફ્તીએ પુનઃ તત્કાલીન વડાપ્રધાન અટલબિહારી વાજપેયીની જમ્મુ-કાશ્મીર નીતિને અપનાવવાની વાતનું પુનરાવર્તન કર્યું.
જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રીએ કહ્યું કે, દરેક પક્ષોએ આ વાત પર સહમતિ દર્શાવી છે કે જેવી રીતે વર્ષ ર૦૦માં વાજપેયીએ એકપક્ષીય યુદ્ધવિરામ કર્યું હતું, તે જ રીતે આ સરકારે પણ આ અંગે વિચાર કરવો જોઈએ.
જમ્મુ-કાશ્મીરના પક્ષોની રમઝાન દરમિયાન આતંકીઓ વિરૂદ્ધ યુદ્ધ વિરામની અપીલ

Recent Comments