(એજન્સી) કોલકત્તા, તા. ૮
સતત બીજા દિવસે પણ કોલકત્તા પોલીસે કોમી રખમાણગ્રસ્ત નોર્થ ૨૪ પરગણા વિસ્તારની મુલાકાતે આવી રહેલી ભાજપના સાંસદોની એક ટીમની અટકાયત કરી હતી. મિનાક્ષી લેખી, ઓમ માથૂર અને સત્યપાલસિંહને સમાવતી ભાજપ સાંસદોની એક ટીમની અટકાયત કરીને તેમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યાં હતા. ભાજપ સાંસદોની ટીમ પીડિત પરિવારને મળવા આવી રહી હતી ત્યારે તેમની અટકાયત કરવામાં આવી હતી. કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતાં રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું કે કેન્દ્રની ભાાજપની આગેવાની વાળી મોદી સરકાર પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની ફિરાકમાં છે. ભાજપનું બદલાનું રાજકારણ ખુલ્લું પડ્યું છે.
૧૦ મુદ્દાઓ
૧. કેન્દ્ર સરકાર પર હુમલો કરતાં બેનરજીએ કહ્યું કે સંઘીય માળખાનું સંપૂર્ણ પતન થયું છે. તેમણે હિંસા બદલ, આરએસએસ,મોદી સરકાર અને બીજા ફ્રિન્જ જૂથો પર આક્ષેપ કર્યો હતો. મુખ્યમંત્રીએ આ હિંસામાં ન્યાયિક તપાસનો આદેશ આપ્યો છે.
૨. કેન્દ્ર સરકાર સામેના બેનરજીના આક્ષેપનો જવાબ આપતાં ગૃહ મંત્રાલયના એક અધિકારીએ કહ્યું કે કેન્દ્ર સરકારે કેન્દ્ર સરકારે શાંતિની જાળવણી માટે બીએસએફના ૪૦૦ કર્મચારીઓનો કાફલો મોકલ્યો છે. બીએસએફે પરિસ્થિતિ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
૩. ટીએમસી સરકારની ઝાટકણી કાઢતાં ભાજપ સાંસદ મિનાક્ષી લેખીએ કહ્યું કે તમે અમને કેવી રીતે અટકાવી શકો અમે સાંસદ છીએ.
૪. ભાજપ સાંસદ સત્યપાલસિંહે કહ્યું કે અમે એવું કહી રહ્યાં છીએ કે અમ બસીરહાટને પોલીસ રક્ષણ આપીશું રાજ્ય પોલીસ પર રાજનીતિ કરવામાં આવી છે અને રાજ્યનું સમગ્ર પોલીસ તંત્ર નિષ્ફળ નીવડ્યું છે.
૫. ભાજપ અધ્યક્ષ અમિત શાહે દિલ્હીથી ત્રણ સભ્યોની એક ટીમ મોકલી હતી. તેઓ ખુદ આ વિસ્તારની મુલાકાતે આવવાના હતા. પરંતુ તેને બદલે ભાજપના સાંસદોની એક ટીમને મોકલવામાં આવી હતી.
૬. પશ્ચિમ બંગાળના બસીરહાટમાં થયેલા કોમી તોફાનોને પગલે રૂપાં ગાંગૂલી અને ભાજપના નેતાઓ આ વિસ્તારની મુલાકાતે આવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમને કોલકત્તા એરપોર્ટ પર રોકી દેવામાં આવ્યાં હતા. કોંગ્રેસ અને ડાબેરી પાર્ટીની ટીમને પણ પોલીસે પાછા જવાનું જણાવી દીધું હતું.
૭. બસીરહાટથી ૨૦ કિમી દૂર આવેલા બદુરિયા પણ સોમવારે હિંસા ફાટી નીકળી હતી. અને હિંસા ૨૪ નોર્થ પરગણા વિસ્તાર સુધી ફેલાઈ હતી.
૮. પશ્ચિમ બંગાલના મુખ્યમંત્રી મમતા બેનરજીએ હિંસાના દોષનો ટોપલો ભાજપ અને ફ્રિન્જ જૂથો પર ઢોળ્યો છે. બેનરજી અને રાજ્યપાલ કેશરીનાથ ત્રિપાઠી વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ હતી. બેનરજીએ ત્રિપાઠી પર એવો આક્ષેપ કર્યો કે રાજ્યપાલે મારૂ અપમાન કર્યું.
૯. બસીરહાટમાં પોલીસ લાઠીચાર્જ પછી તંગદીલી, પેદા થઈ હતી. પોલીસના લાઠીચાર્જમાં સેંકડો ઘવાયા હતા. મહિલાઓ સહિત ઘણા લોકોને ઈજા પહોંચી છે. ગુસ્સે ભરાયેલા ટોળાએ એવો પણ આક્ષેપ કર્યો કે તોફાન બાદ પોલીસ ફક્ત હિન્દુઓની અટકાયત કરી રહી છે.
૧૦. સ્થાનિકોએ એવો આક્ષેપ કર્યો કે ટીએમસી ધારાસભ્ય દિબેન્દુ બિસ્વાસે અટકાયત દરમિયાન હાજર હતા અને પોલીસને તલાશી લેવા માટે હિન્દુ ઘરો દેખાડી રહ્યાં હતા. બસીરહાટના મુખ્ય રોડ પર લોકોના એક ટોળાને અટકાવવામાં આવ્યું અને ધારાસભ્યની કાર માટે શોધ ચલાવી. આ ધારાસભ્ય શહેર છોડીને ભાગી ગયાં હતા અને હવે તેમની કથિત સંડોવણી બદલ પાર્ટી દ્વારા તેમને તેડું મોકલવામાં આવ્યું હતું.