(એજન્સી) મુઝફ્ફરનગર, તા.ર૮
મુઝફ્ફરનગરમાં ર૦૧૩માં થયેલ કોમી તોફાનો બાદ ચાર વર્ષ પછી પણ બંને કોમો વચ્ચે કડવાશ દૂર થઈ નથી. તે સાથે જાટ આરક્ષણ સમિતિએ બંને સમુદાયના લોકો સાથે મળીને રમખાણો સમયે દાખલ થયેલા કેસો સમાધાન કરી પાછા ખેંચી લેવા માટે પ્રયાસો શરૂ કર્યા છે તે માટે જાટ આરક્ષણ સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ બિપિનસિંહ બાલિયાને ખાપ ચૌધરીઓ અને મુસ્લિમ નેતાઓ સાથે મળી દિલ્હીમાં સપાના નેતા મુલાયમસિંગ યાદવના નિવાસસ્થાને બેઠક કરી. બેઠકમાં એવા પરિવારો પણ સામેલ હતા જેમની સામે કેસો દાખલ થયેલા છે. સપા નેતા મુલાયમસિંગ યાદવે ખાપ ચૌધરીઓને ભરોસો આપ્યો કે સમજૂતિથી હિન્દુ-મુસ્લિમ વચ્ચે કડવાહટ દૂર થઈ શકે છે. તેઓ મદદ કરશે. બંને પક્ષોને અગાઉ મદદ કરી છે તે માટે સમિતિ બનાવાઈ છે. જે બંને પક્ષોના લોકોને સાથે બેસાડી સમાધાનની રૂપરેખા તૈયાર કરશે.