(એજન્સી)
નવી દિલ્હી, તા.૩૧
જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ બુધવારે કહ્યું કે, રામમંદિરના મુદ્દે હિન્દુઓએ ગોળીઓનો સામનો કરવા તૈયાર રહેવું જોઈએ. પરંતુ કોઈએ બળવો પોકારવો ન જોઈએ. ત્રણ દિવસથી યોજાયેલી પરમ ધર્મ સંસદને સંબોધતા જગતગુરૂ શંકરાચાર્યએ કહ્યું કે, અયોધ્યામાં રામમંદિર નિર્માણ માટે શિલાન્યાસ માટે ર૧ ફેબ્રુઆરીની તારીખ નક્કી કરાઈ છે. તેમણે હિન્દુઓને અપીલ કરી હતી કે, તેઓ ચારના જૂથમાં ચાર શિલાઓ સાથે અયોધ્યા પહોંચે. જગતગુરૂ શંકરાચાર્યએ ચાર શિલાઓ અર્પણ કરી હતી. જેના નામ નંદા, જયા, ભદ્ર, પૂર્ણા છે. પરમ ધર્મ સંદેશનો ટૂંકો સાર આ પરમ ધર્મ સંદેશનો ટૂંકો સાર આ પ્રસંગે વાંચવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, વિશ્વ હિન્દુ પરિષદ કે બીજી ધર્મ સંસદે મંદિર નિર્માણની તારીખ કે સ્થળની જાહેરાત કરી નથી. તેઓ વિવાદિત જમીનની આસપાસ રામની પ્રતિમા સ્થાપવાની યોજના બનાવી રહ્યા છે.
તેમણે પૂછ્યું કે, તેઓ કેવી રીતે નક્કી કરી શકે કે ભૂમિ પર આપવી જોઈએ ? તેઓ નક્કી કરનાર કોણ ? અમારે ૬૭ એકરમાં વિરાટ મંદિર નિર્માણ કરવાનું છે. તેમણે કહ્યું કે, પરમ ધર્મ સંસદ રામને ભગવાન માને છે. જ્યારે બીજાઓ તેમને દંતકથા માને છે. તેથી તેઓ સરદાર પટેલની પ્રતિમાની માફક પ્રતિમાની વાતો કરે છે. અયોધ્યામાં અંકોરવાટ જેવું વિશાળ રામમંદિર નિર્માણ કરાશે. પછી તેને વેટીકન સિટી જેવી પવિત્રતાનો દરજ્જો આપવો જોઈએ. સંતો કોઈ વ્યક્તિનો વિરોધ કરતા નથી પરંતુ તેઓ ખોટી માન્યતાઓનો વિરોધ કરે છે. દિગંવર અખાડાના વડા સ્વામી નિશ્ચમાનંદજીએ કહ્યું કે, નેતાઓને વોટમાં રસ છે. પ્રજાની લાગણીઓમાં નથી. વિશ્વ હિન્દુ પરિષદે કહ્યું કે, લોકો રામમંદિર નિર્માણની વાતો કરે છે. જેઓ પહેલાં તેના વિરોધી હતા. પરિષદના મંત્રી ડો.સુરેન્દ્ર ઝાએ કહ્યું કે, અમે આ મુદ્દે આટલે સુધી પહોંચાડ્યો છે. અમે શંકરાચાર્યનું સન્માન કરીએ છીએ. તેમણે આવી જાહેરાતો અગાઉ કરી હતી. એકવાર મંદિર નિર્માણની શિલા મૂકાઈ છે. હવે વારંવાર ન મૂકાય.