(એજન્સી) તા.ર૪
દલિત નેતા અને કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાને કહ્યું હતું કે, જસ્ટિસ એ.કે.ગોયલની નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના ચેરમેન પદે નિમણૂકથી જે ‘‘ખોટો સંદેશ’’ ગયો છે. તેના વિશે એનડીએના ઘણા દલિત સાંસદોએ ચિંતા વ્યક્ત કરી હતી કારણ કે તે એ જજ છે જેમણે એસસી/એસટી કાયદા વિરૂદ્ધ ચુકાદો આપ્યો હતો. પાસવાનના પુત્ર અને લોકસભા સાંસદ ચિરાગ પાસવાને કહ્યું હતું કે, લોકજનશક્તિ પાર્ટીના નેતા તરીકે તે ગોયલને પદ પરથી હટાવવા માટે સરકારને કહેશે. ઉલ્લેખનીય છે કે, જસ્ટિસ ગોયલ અને જસ્ટિસ યુ.યુ.લલિતની ખંડપીઠે ર૦ માર્ચના દિવસે આપેલા ચુકાદામાં એસસી/એસટી પ્રિવેન્શન ઓફ એટ્રોસિટીઝ કાયદાની કેટલીક જોગવાઈઓ રદ કરી દીધી હતી. સોમવારે દલિત સાંસદો સાથે મુલાકાત પછી રામવિલાસ પાસવાને પત્રકારોને જણાવ્યું હતું કે ઘણા સભ્યોએ આ મુદ્દો ઉઠાવ્યો હતો કે જે ન્યાયાધીશે દલિત કાયદા વિરૂદ્ધ તેમને ટ્રિબ્યુનલના ચેરમેન બનાવી દેવામાં આવ્યા. આ પગલાંથી ખોટો સંદેશ ફેલાય છે. જેના વિશે પણ લોકોએ ચિંતા વ્યક્ત કરી છે.