(એજન્સી) તા.૩૧
તાજેતરમાં સમગ્ર દુનિયામાં મુસ્લિમ સમુદાયના લોકોનો પવિત્ર રમઝાન મહિનો ચાલી રહ્યો છે. આ મહિનામાં તમામ મુસ્લિમ ભાઈઓ રોઝા રાખે છે અને ઈબાદત કરે છે. જોકે ભારતભરમાં પણ તમામ મુસ્લિમ ભાઈઓ શાંતિપૂર્વક આ મહિનામાં ઈબાદત કરે છે. જોકે મુસ્લિમ સમુદાયના લોકો સાથે એકતાનું ઉદાહરણ પૂરું પાડવા માટે તેલંગાણાની સરકારે ૮ જૂનના રોજ મહા ઈફ્તાર પાર્ટીનું આયોજન કરવાનું નક્કી કર્યું છે. સરકાર દ્વારા લગભગ રાજ્યની ૮૦૦ મસ્જિદોમાં દાવત-એ-ઈફ્તારનું આયોજન કરવામાં આવશે. જોકે આ મહા ઈફ્તાર પાર્ટીનું આયોજન તમામ મસ્જિદોની સાથે સાથે જૂન મહિનાના બીજા શુક્રવારે હૈદરાબાદના એલબી સ્ટેડિયમ ખાતે પણ કરાશે. જોકે મહત્વપૂર્ણ વાત એ છે કે રાજ્યના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ પણ આ ભવ્ય અને મહા ઈફ્તાર પાર્ટીમાં હાજરી આપશે. જોકે એવું પણ આયોજન કરાયું છે કે ઈફ્તાર પાર્ટી બાદ મસ્જિદોમાં ગરીબ લોકો માટે કપડાં પણ વિતરણ કરવામાં આવશે. જોકે સરકારે તે માટે તેલંગાણા હેન્ડલુમ અને વેવર કોઓપરેશન સોસાયટી સાથે હાથ મિલાવ્યો છે અને બંને સાથે મળીને ગરીબોને આ કાપડનું વિતરણ કરશે. જોકે તૈયારીઓ માટે સરકારે દરેક મસ્જિદ માટે ૧ લાખ રૂપિયાની ગ્રાન્ટને મંજૂરી આપી છે. ૩૧ મે સુધી આ ભેટ મસ્જિદો સુધી પહોંચાડી દેવાશે જેથી તેઓ આ કાપડ પણ લોકોને વિતરણ કરી શકે અને તેઓ ઈદ સુધીમાં કપડા સીવડાવીને સારી રીતે પહેરી શકે. રાજ્ય સરકાર આ કાપડની ભેટ માટે લગભગ ૨૧ કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. ગત ૨૮ મેના રોજ ઉપમુખ્યમંત્રી(રેવન્યૂ) મોહમ્મદ મેહમૂદ અલીએ રિવ્યૂ મીટિંગનું આયોજન કર્યું હતું. તેઓએ એલબી સ્ટેડિયમના આયોજન અંગે પણ ચર્ચા કરી હતી. તેમણે અધિકારીઓને કહ્યું હતું કે આ સંપૂર્ણ આયોજન દરમિયાન તેઓ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેનું ચોક્સાઇપૂર્વક ધ્યાન આપે. જોકે ટ્રાફિક, ટેન્ટ, પાણીની સુવિધાઓ ઉપર પણ ખાસ ધ્યાન આપવામાં આવશે.