(એજન્સી) શ્રીનગર, તા.૩૦
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ એક વીડિયોમાં એક અજાણ્યા શીખ વ્યક્તિ પોતાના મુસ્લિમ પાડોશીઓને સેહરી (પરોઢ પહેલાનો ભોજન) માટે જગાડવાની જવાબદારી ઉઠવતા જોવા મળે છે. આ વીડિયો જમ્મુ-કાશ્મીરના પુલવામાં જિલ્લાનો છે.
ર૧ સેકન્ડની આ વીડિયો ક્લિપમાં પ્રૌઢ શીખ ઢોલ વગાડીને પોતાના પાડોશીને જગાડી રહ્યો છે કે “અલ્લાહના રસુલના પ્યારા, જન્નતના તલબગાર, ઊઠો રોઝા રાખો.
ઘણા લોકોએ મત રજૂ કર્યો કે સદીઓથી કાશ્મીર ખીણમાં જે ધાર્મિક સૌહાર્દ પ્રવર્તી રહ્યો છે. તેનું આ શીખ વ્યક્તિ પ્રતીક છે. લોકોને સહેરી માટે જગાડવાનું કામ મોટેભાગે વિસ્તારના મુસ્લિમ સમાજમાંથી જ કોઈ માથે લે છે પરંતુ અન્ય સમુદાયનો કોઈ વ્યક્તિ તે માટે આગળ આવે તે પહેલીવાર નથી બન્યું પરંતુ તે વિશેષ ઉદાહરણ તો છે જ.