અમદાવાદ,તા.૧૦
મુસ્લિમોનો પવિત્ર રમઝાન માસ સંભવત આગામી ૧૬-પ-ર૦૧૮થી શરૂ થઈ રહ્યો છે. ત્યારે આ માસમાં શહેરમાં બે સમય પાણી આપવા, મસ્જિદોમાં હોજમાં પાણી પુરૂ પાડવા, સાફ-સફાઈ, જાહેર રસ્તા પર ટ્રાફિક સમસ્યા નિવારવા પોલીસ બંદોબસ્ત ગોઠવવા સહિતની વિવિધ અગ્રણીઓ દ્વારા માગ કરવામાં આવી છે.
બહેરામપુરા વોર્ડના મ્યુનિ. કાઉન્સિલર બદરૂદ્દીન શેખે સ્ટે. કમિટીના ચેરમેનને પત્ર પાઠવી રજૂઆત કરી છે કે રમઝાન માસ દરમ્યાન શહેરમાં બે સમય પાણી આપવામાં આવે, શહેરની મસ્જિદોના હોજમાં પાણી પુરૂ પાડવામાં આવે અને જે મસ્જિદોમાં પાણીની ટાંકી ઉંચાઈ વાળી જગ્યા પર હોય ત્યાં ફાયરબ્રિગેડના ફાયટરવાળી ટેન્કર મોકલી પાણી પુરૂ પાડવામાં આવે. ઉપરાંત મસ્જિદની આસપાસના વિસ્તારમાં સાફ સફાઈની વ્યવસ્થા કરવા સ્ટેન્ડીંગ કમિટીની મીટિંગમાં ઠરાવ કરવામાં આવે. તેવી વિનંતી કરવામાં આવી છે.
આ ઉપરાંત કોંગ્રેસ અગ્રણી અને સામાજિક કાર્યકર જોહર વોહરાએ મ્યુનિ. કમિશનર, મેયર સ્ટે.કમિટી ચેરમેન અને પોલીસ કમિશનરને પત્ર પાઠવી જણાવ્યું છે કે મ્યુનિ. દ્વારા રમઝાન માસ નિમિત્તે જયાં જરૂરિયાત હોય ત્યાં નમાઝના સ્થળે ટેન્કર દ્વારા પાણી પહોંચાડવા ઠરાવ કરીને સરકયુલર કરવામાં આવે જયારે મુસ્લિમ વિસ્તારમાં રમઝાન માસ દરમ્યાન રોઝદારોને ટ્રાફિકમાં અડચણ ન પહોંચે અને ધાર્મિકવિધિ માટે સરળતાથી નિશ્ચિત સ્થળે પહોંચી શકે તે માટે જે તે પોલીસ સ્ટેશન દ્વારા જાહેર રોડ અને ચાર રસ્તા ઉપર સાંજે ૪થી ૭ઃ૩૦ કલાક સુધી ટ્રાફિક વ્યવસ્થા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે.
રમઝાન માસમાં મસ્જિદોમાં પાણી, સાફસફાઈ, પોલીસ બંદોબસ્ત ગોઠવવા વ્યવસ્થા કરો

Recent Comments