(એજન્સી) તા.૧૪
ભાજપમાં જોડાયેલા તેના પ્રવક્તા ટોમ વડક્કનની ટીકાઓને ફગાવી દેતા કોંગ્રેસે ગુરૂવારે કહ્યું હતું કે, અત્યાર સુધી તે વડાપ્રધાન મોદીને અપશબ્દો કહેવા માટે ટેવાયેલા હતા. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ વડક્કન વિશે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે, “અમારી શુભકામનાઓ તેમની સાથે છે.” વડક્કને કોંગ્રેસ છોડવા માટે દર્શાવેલા કારણો જેમ કે, પાર્ટીમાં રહેલા વંશવાદ અને પુલવામા હુમલા પછી થયેલી એરસ્ટ્રાઈક પર કોંગ્રેસના વલણ વિશે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં સુરજેવાલાએ કહ્યું હતું કે, “એક પાર્ટી છોડીને બીજી પાર્ટીમાં જનાર દરેક વ્યક્તિ “સારૂં ભવિષ્ય શોધતો હોય છે.” અત્યાર સુધી તે વડાપ્રધાન મોદીને અપશબ્દો બોલતા હતા. તેના પર મોદીજી અને રવિશંકરજીનો શું અભિપ્રાય છે ?