(એજન્સી) તા.૩૦
વિપક્ષી દળોના ગઠબંધનને નાણમંત્રી અરુણ જેટલી દ્વારા રાજકીય સર્કસ ગણાવતા કોંગ્રેસે હવે વળતો પ્રહાર કરતાં કોંગ્રેસને કહ્યું કે મહાગઠબંધને મોદીજીના વિખેરાતાં જતા મહાગઠબંધનથી કોઈ જ્ઞાનલેવાની જરૂર નથી. પાર્ટીના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ એક નિવેદનમાં કહ્યું કે, મહાગઠબંધને મોદીજીના વિખેરાતાં જતાં ગઠબંધનથી બોધપાઠ લેવાની જરૂર નથી. જે પક્ષોએ વડાપ્રધાન મોદીને સાથ આપ્યો હતો તે હવે ડૂબતાં જહાજને છોડી ભાગી રહ્યાં છે. તેમણે જેટલીના બ્લોગનો હવાલો આપતાં કહ્યું કે, વડાપ્રધાન મોદીના નાણામંત્રી ઉર્ફે બોગસ બ્લોગરે એ નક્કી કરવું જોઈએ તે મહાગઠબંધન સંબંધિત ચર્ચા માટે કયા પાસા તરફ છે. જો ભાજપ મહામિલાવટવાળા વલણ સાથે છે તો પછી તેની દલિલમાં દમ નથી કેમ કે હવે એનડીએમાં ફક્ત ૩૦ જ પક્ષ છે અને ૨૦૧૪ની ચૂંટણીના સમયે૨ પક્ષો તેમાં સામેલ હતા. શું જેટલી તેને પણ મહામિલાવટ કહેશે ? જો ભાજપનું વલણ આ જ છે કે ગઠબંધન રાષ્ટ્રહિતમાં થવું જોઈએ તો પણ આપણે તેના પર ધ્યાન આપવું જોઇએ કે ભાજપ અને તેના સહયોગી પક્ષ એકબીજાથી કેવું વર્તન કરે છે. સુરજેવાલાએ દાવો કર્યો હતો કે ભાજપના ગઠબંધન રાજકીય અવસરવાદ પર આધારિત હોય છે. જો કે, કોંગ્રેસનું ગઠબંધન સમાન વિધારાધારા પર આધારિત હોય છે. ઉલ્લેખનીય છે કે મહાગઠબંધન પર કટાક્ષ કરતાં નાણામંત્રી અરુણ જેટલીએ શુક્રવારે કહ્યું હતું કે, મહાગઠબંધનમાં કોઈ બંધન નથી અને આ રાજકીય સર્કસ છે. તેમણે કહ્યું કે, મહારાષ્ટ્રમાં ભાજપનો લાંબા સમયથી સહયોગી રહેલ પક્ષ શિવસેના જ ચોકીદાર ચોર છે શબ્દ વાપરે છે. તેમ છતાં ભાજપે ત્યાં તેની સાથે શરમજનક સ્થિતિમાં ગઠબંધન કરવું પડ્યું છે. તે અવસરવાદની રાજનીતિ કરે છે. પંજાબમાં પણ અકાલી દળ સાથે ભાજપનું ગઠબંધન છે. તે ધમકીઓ આપે છે છતાં ભાજપ નરમ વલણ અપનાવે છે.