(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૧૮
કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલા દ્વારા નોટબંધી સમયે આપેલ વિવાદાસ્પદ નિવેદન મામલે એડીસી બેન્કે તેમના વિરુદ્ધ અમદાવાદ મેટ્રો કોર્ટમાં બદનક્ષીનો કેસ કર્યો હતો. જે મામલે આજે રણદીપ સુરજેવાલા અમદાવાદ મેટ્રો કોર્ટમાં હાજર રહ્યા હતા. કોર્ટ દ્વારા સુરજેવાલાને ૧૫ હજારનાં બોન્ડ ઉપર જામીન આપવામાં આવ્યા હતા. આ મામલે હવે વધુ સુનાવણી ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ થશે. નોંધનીય છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને રણદીપ સુરજેવાલા વિરૂદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપવા બદલ એડીસી બેંકના ચેરમેન અજય પટેલ દ્વારા ૭૪૫ કરોડ રૂપિયાનો બદનક્ષીનો દાવો કરવામા આવ્યો હતો. અગાઉની સુનાવણીમાં જયદીપ શાહ અને શૈલેષ પંચાલ નામના બંને સાક્ષીએ કોર્ટ સમક્ષ નિવેદન આપ્યું હતું કે, રાહુલ ગાંધી અને સુરજેવાલાએ ટિ્‌વટમાં એડીસી બેંકને કૌભાંડી ગણાવી હતી. પ્રવક્તા રણદીપ સુરજેવાલા દ્વારા નોટબંધી સમયે આપેલ વિવાદાસ્પદ નિવેદન મામલે એડીસી બેન્કે તેમના વિરુદ્ધ અમદાવાદ મેટ્રો કોર્ટમાં બદનક્ષીનો કેસ કર્યો હતો. નોટબંધી વખતે એડીસી બેંકમાં અંદર ખાને ૭૪૫ કરોડની જુના ચલણી નાણાં બદલીને નવા ચલણી નાણાં બદલવામાં આવ્યા છે. આ પ્રકારના આક્ષેપ પ્રેસ કોંફરન્સમાં અને સોશ્યલ મીડિયા માં રાહુલ ગાંધી અને સૂરજેવાળા દ્વારા ટ્‌વીટ કરાતા રાહુલ ગાંધી અને રણદીપ સુરજેવાલાની સામે એડીસી બેન્ક દ્વારા માનહાનીની ફરિયાદ અમદાવાદ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ ની કોર્ટમાં દાખલ કરાવી હતી. જે મામલે આજે રણદીપ સુરજેવાલા અમદાવાદ મેટ્રો કોર્ટમાં હાજર રહ્યા હતા. કેસમાં સુનાવણી દરમિયાન દર મુદતે હાજર રહેવામાંથી મુક્તિ આપવામાં આવે તેવી સુરજેવાલાની કોર્ટમાં અરજી. કોર્ટ દ્વારા સુરજેવાલાને ૧૫ હજારનાં બોન્ડ ઉપર જામીન આપવામાં આવ્યા હતા. મનીષ દોશી ૧૫ હજારના જામીન દાર બન્યા છે. આ મામલે હવે વધુ સુનાવણી ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ થશે.