રંગૂન, તા. ૭
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મ્યાનમારના સ્ટેટ કાઉન્સિલર આંગ સાન સૂ કી સાથે બોગ્યોક આંગ સાન સંગ્રહાલય પણ ગયા હતા. મોદીએ બાદમાં ટિ્‌વટ કરતા જણાવ્યું હતું કે, બોગ્યોક આંગ સાન સંગ્રહાલય દેખાડવા માટે આંગ સાન સૂ કીનો આભાર માનું છું. મેં જનરલ આંગ સાન સૂ કીને શ્રદ્ધાંજલિ આપી છે. આ ઉપરાંત વડાપ્રધાન મોદી અંતિમ મુઘલ બાદશાહ બહાદૂરશાહ ઝફરના મઝાર પર ગયા હતા અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. વડાપ્રધાને અંતિમ મુઘલ બાદશાહની કબર પર પુષ્પાંજલિ સાથે પોતાની તસવીર પોસ્ટ કરી હતી. ઉર્દૂ શાયર બહાદૂરશાહ ઝફરનું નિધન ૮૭ વર્ષની ઉંમરમાં રંગૂનમાં થયું હતું. ૧૮૫૭ના સ્વતંત્રતા સંગ્રામ બાદ બ્રિટિશ શાસને તેમને દેશનિકાલ આપી રંગૂન મોકલી દીધા હતા.