(એજન્સી) લખનૌ, તા.ર૯
પોતાના ઉશ્કેરણીજનક ભાષણોના લીધે મોટેભાગે મથાળાઓમાં રહેનાર ઉત્તરપ્રદેશના બારાબંકીના ભાજપા નેતા રંજીત શ્રીવાસ્તવે ગાયના મુદ્દાને ઉઠાવી ફરીથી વિવાદિત નિવેદન આપ્યું છે. એમણે કહ્યું ગાય મુસ્લિમ નથી પણ ગાયનું ધર્મ હિન્દુ છે. એ માટે એનો અંતિમ સંસ્કાર હિન્દુ રીતિ-રિવાજો મુજબ થવું જોઈએ. શ્રીવાસ્તવે કહ્યું ગાય અમારી માતા છે. અમે જે રીતે પોતાની માતાનું અંતિમ સંસ્કાર કરીએ છીએ. એટલે કે કફન આપી, શ્મસાનગૃહમાં લઈ જઈ મુખાગ્નિ આપી જે રીતે દાહ સંસ્કાર કરીએ છીએ એ જ રીતે ગૌમાતાનું અંતિમ સંસ્કાર થવું જોઈએ. એમણે કહ્યું કે મેં યોગી સરકાર સમક્ષ માગણી કરી છે કે ગાયો માટે કફનની વ્યવસ્થા કરવી જોઈએ. શ્રીવાસ્તવે મુસ્લિમોના ઘરે ગાય હોવાનું વિરોધ કર્યો છે. એમણે આ વાતે ‘લવજેહાદ’ કહી છે. એમણે કહ્યું કે મુસ્લિમોના ઘરેથી ગાયો પાછી લઈ આવવી જોઈએ. જ્યારે અમે પોતાની દીકરીઓને એમના ઘરે જવાની ઘટનાને લવજેહાદ કહીએ છીએ ત્યારે ગૌમાતાનો એમના ઘરે હોવું પણ ‘લવજેહાદ’ છે. ગાયો એમના ઘરેથી કોઈપણ કિંમતે પાછી લાવવી જોઈએ. શ્રીવાસ્તવના સમર્થકો આ પહેલાં પણ મુસ્લિમોનો વિરોધ કરી રહ્યા છે જે હિન્દુ યુવતીઓ સાથે લગ્ન કરે છે, પછી ભલે એમણે સંમત્તિ સાથે લગ્ન કર્યા હોય. જો કે, જો હિન્દુઓ મુસ્લિમ યુવતીઓ સાથે લગ્ન કરે તો એને સમર્થન આપી કહે છે કે આ કૃત્ય પસંદગીની સ્વતંત્રતાનો ઉત્તમ દાખલો છે.