મુંબઈ, તા.૧૯
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે સ્પસ્ટ કરી દીધું છે કે, આ સીઝનમાં રણજી નોકઆઉટ મેચમાં લીમીટેડ ડીઆરએસનો ઉપયોગ કરવામાં આવશે. બીસીસીઆઈના મુજબ ડીઆરએસમાં હોક-આઈ અને અલ્ટ્રાએઝ નો ઉપયોગ થશે નહીં. આ બે ટેકનિકનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કરવામાં આવે છે.
છેલ્લી સીઝન દરમિયાન રણજી મેચમાં ખરાબ અમ્પાયરિંગની ફરિયાદ થઈ હતી. તેમાં સૌરાષ્ટ્ર અને કર્ણાટકની વચ્ચે રમાયેલ સેમીફાઈનલ મેચ દરમિયાન ચેતેશ્વર પૂજારાના બેટને કટ અડી હોવા છતાં આઉટ આપવામાં આવ્યા નહોતા.
બીસીસીઆઈના જનરલ મેનેજર સબા કરીમે લીમીટેડ ડીઆરએસના ઉપયોગની પુષ્ટિ કરી છે. સબા કરીમે જણાવ્યું છે કે, ’ગયા વર્ષે કેટલીક નોકઆઉટ મેચ દરમિયાન અમ્પાયરોથી કેટલીક ભૂલો થઈ હતી અને તેના કારણે અમે ઘણી બધી સ્થિતિથી બચવા માટે લીમીટેડ ડીઆરએસનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે.’
ભારતમાં ક્રિકેટનું કામ જોઈ રહેલી પ્રશાસકોની સમિતિએ આ વર્ષે જુનમાં લીમીટેડ ડીઆરએસનું મંજૂરી આપી દીધી છે. રણજી ટ્રોફી સીઝન-૨૦૧૯/૨૦ આ વર્ષે ડીસેમ્બરથી શરુ થશે.