ધંધુકા, તા.ર૮
રાણપુર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.એસ.આઇ. રાજુ કરમટીયા તથા ગઢડા પોલીસ સટેશનના પો. સ્ટાફ એ.એસ.આઇ. રાજદીપસિંહ ગોહિલ તથા પો.કોન્સ. કુલદીપસિંહ ગોહિલ તથા યુવરાજસિંહ ઝાલા તથા મહેશભાઇ રાઠોડ તથા વિરમદેવસિંહ ગોહિલ તથા રામદેવસિંહ ચાવડા વગેરે પો. સ્ટાફના માણસોએ બાતમી રાહે આધારે રાણપુર તાલુકાના દેરડી ગામેથી પસાર થતી ભાદર નદીમાં મોટાપાયે ખનિજ માફીયાઓ દ્વારા રેતી ચોરી થતી હોવાની હકીકતથી નદીમાં પો.સ્ટાફના માણસો સાથે દરોડો પાડતા અચાનક પોલીસનો દરોડો થતા રેતી ચોરી કરતાં માફીયાઓમાં નાસભાગ મચી હતી પરંતુ પૂરતી તૈયારી સાથે આવેલ પોલીસ ટીમે ખનીજ માફિયાઓના કુલ ૧૧ ટ્રેકટર પકડી પાડેલ જે પૈકી સાત રેતી ભરેલા અને ચાર ખાલી ટ્રેકટરો મળી આવેલ તથા જે ટ્રેકટરો પૈકીના દસ ડ્રાઇવરો નાસી ગયેલ અને એક ડ્રાઇવર પકડાય ગયેલ તેમજ આ ટ્રેકટરોમાં બે લોડર વડે રેતી ભરતા હોઇ જે બંને લોડરના ડ્રાઇવર લોડર લઇ નાસી છૂટેલ હતા. તેમજ સ્થળ ઉપરથી બે રેતી ચાળવાના મોટા ચારણા મળી આવેલ જે તમામ મુદ્વામાલ જેમાં ૨૮ ટન રેતી-ખનીજ કિ.રૂા.૨૧૫૬/- તથા ૧૧ ટ્રેકટરો કિ.રૂ. ૮૨,૫૦,૦૦૦/- મળી કુલ કિ.રૂા. ૮૨,૫૨,૧૫૬/- થી વધુનો મુદ્દા માલ કબજે કરી આરોપી વિપુલભાઇ છેલાભાઇ મીર રહે. બોટાદવાળો પકડાય જઇ તથા અન્ય ૧૦ ટ્રેકરટ ના ચાલક તથા બે લોડરના ચાલક આરોપીઓ નાસી ગયેલ હોય જે તમામ વિરૂદ્ધ ગે.કા. પરમીટ વગર ભાદર નદીમાંથી સાદી રેતી ચોરીના ખનન અને વહન કર્યાની ફરિયાદ રાણપુર પોલીસ સ્ટેશનમાં નોંધી કાયદેસરની કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે.
રાણપુરના દેરડી ગામે ભાદર નદીમાં ગેરકાયદે રેતી ખનન અંગે દરોડો

Recent Comments