(એજન્સી) મુંબઈ, તા.૮
અભિનેતા રણવીર શૌરીએ જેએનયુની હિંસાની આલોચના કરી છે. તેમણે જેએનયુની પ્રતિષ્ઠાને પુનઃ સ્થાપિત કરવાની માગણી કરી છે અને હાલની હિંસાને બંધ કરી દેવા હાકલ કરી છે. તેમણે જેએનયુના વિદ્યાર્થીના ટેકામાં આવવા બદલ અભિનેત્રી દીપિકા પાદુકોણના વખાણ કર્યા હતા. ડાબેરી વિદ્યાર્થીઓની મારઝૂડની ઘટના વખોડવા લાયક છે. રણવીર શૌરી સીએએ અંગેની બેઠકમાં ભાગ લેવા પહોંચ્યા હતા. તે અંગે તેમણે કહ્યું કે, આ મુદ્દે તે કેટલાક ખુલાસા કરવા માંગતા હતા. ત્યારબાદ તેમની ટીકા થઈ હતી.