(એજન્સી) મુઝફ્ફરનગર, તા.ર૪
મુઝફ્ફરનગરના સાહુ રોડ ઉપર આવેલ છોકરીઓ માટેના સંરક્ષણ ગૃહ બાલિકા ગૃહમાં છોકરીઓ સંરક્ષિત થવાના બદલે પીડિતાઓ બની ગઈ છે.
ખૂબ જ ગંભીર સમાચારો સામે આવ્યા છે કે આ છોકરીઓ ઉપર નીયમિત રીતે બળાત્કાર કરાયું હતું પણ એમાંથી અમુક છોકરીઓની હત્યા કરી ગૃહના પરિસરમાં જ દફન કરાઈ હતી. થોડા મહિનાઓ પહેલાં શંકાઓ ઊભી થઈ હતી જ્યારે જાતિય હિંસાની વિગતો બહાર આવી હતી. મુંબઈની ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સે એક સામાજિક ઓડિટ કર્યું હતું જે દરમ્યાન એમણે આ ઘટનાની રિપોર્ટ આપી હતી.
રિપોર્ટ સામાજિક કલ્યાણ વિભાગને આપવામાં આવી હતી જે આ આશ્રમ ગૃહ ચલાવે છે. એ પછી વિભાગે સ્થાનિક અધિકારીઓને ફરિયાદ દાખલ કરવા કહ્યું હતું.
જિલ્લા વહીવટે એ પછી આ પરિસરમાં ખોદકામની કાર્યવાહી શરૂ કરી હતી. ઓછામાં ઓછી એક છોકરીની હત્યા થઈ હોવાનું કહેવાય છે અને એને અહીં દફનાવાયું હતું. પોલીસે જણાવ્યું છે એક છોકરીએ મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન નોંધાવ્યું છે અને બે છોકરીઓ જેમણે આક્ષેપો કર્યા હતા કે એક છોકરીને દફનાવવામાં આવ્યું છે એ બંને ખોદકામના સ્થળે હાજર હતી જેમણે આ સ્થળ બાબત જણાવ્યું હતું.
અન્ય એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે અન્ય છોકરીઓના મૃતદેહો શોધવામાં આવી રહ્યા છે. જેમની કથિત રીતે હત્યા થઈ હોવાનું કહેવાય છે. ખોદકામનું કાર્ય એક્ઝિક્યુટીવ મેજિસ્ટ્રેટની હાજરીમાં થઈ રહ્યું છે. હાલની છોકરીઓને પટણા અને મધુબતી ખાતે મોકલી આપવામાં આવ્યું છે. મેડિકલ રિપોર્ટ મુજબ ર૧માંથી ૧૬ છોકરીઓ ઉપર બળાત્કાર થયું હોવાની પુષ્ટિ થઈ છે. અન્યના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.

બિહારમાં આશ્રમગૃહમાં ૪રમાંથી ર૯ છોકરીઓ ઉપર બળાત્કાર કરાયો, પણ કોઈ પણ છોકરી ગુમ થઈ નથી : પોલીસ

(એજન્સી) મુઝફ્ફરપુર, તા.ર૪
બિહારના મુઝફ્ફરપુરમાં રાજ્ય સંચાલિત આશ્રમગૃહમાં ૪રમાંથી ર૯ છોકરીઓ ઉપર બળાત્કાર થયો હવાની પુષ્ટિ મેડિકલ રિપોર્ટમાં થઈ હોવાની માહિતી મળી છે. બિહારના ડીજીએ આ માહિતી આપી જણાવ્યું હતું કે એક પણ છોકરી આશ્રમગૃહમાંથી ગુમ થઈ નથી. ૧પમી ડિસેમબર ર૦૧૩માં ચાર છોકરીઓ આશ્રમગૃહમાંથી ગુમ થઈ હતી. એમાંથી ત્રણ છોકરીઓનું મૃત્યુ થયું હતું અને ફકત એક છોકરી ગુમ થઈ હોવાનું જણાવાયું હતું. એમણે પણ મુઝફ્ફરપુરમાં લગ્ન કરી લીધા હતા. ડી.જી.એ કહ્યું કે અમોએ ૧૧માંથી ૧૦ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે કહ્યું કે ખોદકામ પછી અમને એક પણ મૃતદેહ મળ્યું નથી. છોકરીઓએ આક્ષેપો મૂક્યા હતા કે અમારામાંથી એક છોકરીને ખૂબ જ માર મારવામાં આવ્યું હતું જેના લીધે એ મૃત્યુ પામી અને એમને અહીં દફનાવાયું હતું. પોલીસે કહ્યું કે સ્ટાફ સાથેના ઝઘડાના લીધે છોકરીની હત્યા થઈ હતી.

RJD, કોંગ્રેસે લોકસભામાં
મુઝફ્ફરપુર બળાત્કાર ઘટનાનો મુદ્દો ઊઠાવ્યો, તેજસ્વી બિહારમાં કૂચ યોજશે

(એજન્સી) નવી દિલ્હી, તા.ર૪
લોકસભામાં આજે આરજેડી અને કોંગ્રેસ મુઝફ્ફરપુરના જઘન્ય બળાત્કારની ઘટનાનો મુદ્દો ઉઠાવ્યો હતો. આરજેડીના સાંસદ જય પ્રકાશ નારાયણ યાદવે જણાવ્યું કે આ ઘટના દેશ માટે શરમજનક છે. કોંગ્રેસ સાંસદ રંજીત રંજને સીબીઆઈ તપાસની માગણી કરી કહ્યું કે જ્યાં સુધી સીબીઆઈની તપાસ પૂરી નહીં થાય ત્યાં સુધી છોકરીઓને સંપૂર્ણ રક્ષણ આપવામાં આવે. બિહારના મધેપુરાના સાંસદ પપ્પુ યાદવે પણ સીબીઆઈ તપાસની માગણી કરી જણાવ્યું બિહારના આશ્રમગૃહમાં બિહારની દીકરીઓ ઉપર કરાયેલ બળાત્કારની ઘટનાએ રાજ્યને શરમમાં મૂક્યું છે.
આરજેડી નેતા અને બિહાર વિધાનસભાના વિપક્ષ નેતા તેજસ્વી યાદવે આ ઘટના બદલ રાજ્ય સરકારને દોષી ઠરાવ્યું એમણે કહ્યું કે સરકારના ઉચ્ચ અધિકારીઓ અને નેતાઓની સંડોવણી છે. ખોદકામ ફકત કોર્ટના આદેશથી કરવામાં આવી રહ્યું છે. વિપક્ષે સીબીઆઈ તપાસની માગણી સાથે હાઈકોર્ટના જજની નિગરાની હેઠળ તપાસ કરાવવા પણ માગણી કરી. તેજસ્વીએ કહ્યું કે અમે ગયાથી પટણા સુધી સાઈકલ માર્ચ યોજીશું જેમાં અમારો સૂત્ર હશે ‘એનડીએ ભગાવો બેટી બચાવો’ જે રેલી દ્વારા અમે એનડીએ સરકારની નિષ્ફળતાઓ લોકોને જણાવીશું.