(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૭
શહેરના અમરોલીના છાપરાભાઠા ખાતે રહેતા પરિણીત પુરૂષે સગીર વયની યુવતી સાથે ધાગા કટીંગની સાડીઓ લેવા જતા એકલતાનો લાભ લઇ અવાર-નવાર બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ અમરોલી પોલીસ મથકે નોંધાતા પોલીસે પોસ્કો એક્ટ અન્વયે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર અમરોલી વિસ્તારના છાપરાભાઠા રોડ પાસે આવેલ પુરૂષોત્તમનગરના ઘર નં.૮૫-૮૬ ખાતે રહેતા રણજીત બુધીરામ બિંદ સાડીનો જથ્થો લાવી આ સાડીમાં ધાગા કટિંગ કરવાનું કામ મહિલાઓને સોંપતો હતો. દરમિયાન ભોગ બનનાર સગીર વયની યુવતીનો પરિવાર પણ આરોપીના ઘરેથી સાડી લાવી ધાગા કટિંગ કરવાનું કામ કરતો હતો. દરમિયાન ફરિયાદીની ૧૫ વર્ષીય દીકરી આરોપીના ઘરે સાડી લેવા જતી હતી. ત્યારે તેણીની એકલતાનો લાભ આરોપીએ ઊઠાવી ફરિયાદીની દીકરી ઉપર અવાર-નવાર બળાત્કાર ગુજાર્યો હતો અને આ અંગે કોઈને કહેશે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનવા અંગે ભોગ બનનારના વાલીએ અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી બનાવની વધુ તપાસ સબ ઇન્સપેક્ટર કે.એન. ગામીતે હાથ ધરી છે.