(એજન્સી) નવી દિલ્હી, તા.૧
મોંઘવારીના આ જમાનામાં સામાન્ય નાગરિક અને ખેડૂત પર વધુ એક મોંઘવારીનો ડામ લાગ્યો છે. આજે પણ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો નોંધાયો છે. તો ખાતરના ભાવ પણ વધતા ખેડૂતો પરેશાન બન્યા છે. તો વળી, એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં પણ વધારો કરવામાં આવતા સામાન્ય લોકોનું બજેટ ખોરવાયું છે. આજે પેટ્રોલની કિંમતમાં પ્રતિ લીટર ૨૪ પૈસા અને ડીઝલની કિંમતમાં ૩૦ પૈસાનો વધારો નોંધાયો છે. જગતના તાત ખેડૂતના માથે આજથી વધુ એક બોજો વધ્યો છે. આજથી રાસાયણિક ખાતરમાં ફરી ભાવ વધારો લાગુ થયો છે. NPK ખાતરના એક બેગના રૂપિયા ૧૩૪૦ થયા છે. ડીએપી ખાતરની બેગનો ભાવ ૧૪૦૦ રૂપિયાએ પહોંચ્યો છે. NPK અને DAPમાં ૬૦ રૂપિયાનો વધારો નોંધાયો છે. પોટાશના ખાતરમાં ૨૩૦ રૂપિયાનો વધારો કરતા હવે પોટાશ ખાતરની બેગ સાડ નવસો રૂપિયાના ભાવે મળવાનું શરૂ થયું છે. એક તરફ આ વર્ષે ગુજરાતના કેટલાય વિસ્તારમા દુષ્કાળગ્રસ્ત સ્થિતિ છે. ત્યારે ખાતરના ભાવ વધારાથી દુષ્કાળગ્રસ્ત ખેડૂતોમાં રોષ છે.
જગતના તાત ખેડૂતના માથે આજથી વધુ એક બોજો વધ્યો છે. આજથી રાસાયણિક ખાતરમાં ફરી ભાવ વધારો લાગુ થયો છે. NPK ખાતરના એક બેગના રૂપિયા ૧૩૪૦ થયા છે. ડીએપી ખાતરની બેગનો ભાવ ૧૪૦૦ રૂપિયાએ પહોંચ્યો છે. NPK અને DAPમાં ૬૦ રૂપિયાનો વધારો નોંધાયો છે. પોટાશના ખાતરમાં ૨૩૦ રૂપિયાનો વધારો કરતા હવે પોટાશ ખાતરની બેગ સાડ નવસો રૂપિયાના ભાવે મળવાનું શરૂ થયું છે. એક તરફ આ વર્ષે ગુજરાતના કેટલાય વિસ્તારમાં દુષ્કાળગ્રસ્ત સ્થિતિ છ .ત્યારે ખાતરના ભાવ વધારાથી દુષ્કાળગ્રસ્ત ખેડૂતોમાં રોષ છે.