કાબુલ,તા.૫
અફઘાનિસ્તાનનો નવા કપ્તાન રાશિદ ખાન બાંગ્લાદેશ સામેની એકમાત્ર ટેસ્ટમાં જેવો ટોસ માટે આવ્યો તેણે પોતાના નામે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. તે ટેસ્ટ ક્રિકેટમાં કપ્તાની કરનાર સૌથી યુવા કપ્તાન બન્યો છે. વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાનના ખરાબ દેખાવ પછી રાશિદ ખાનને કપ્તાન બનાવવામાં આવ્યો હતો. તેણે આજથી શરૂ થતી બાંગ્લાદેશ સામેની ટેસ્ટમાં ટોસ જીતીને બેટિંગ લીધી છે. રાશિદે ૨૦ વર્ષ અને ૩૫૦ દિવસે કપ્તાની ડેબ્યૂ કર્યું છે. તેણે ઝિમ્બાબ્વેના ટટેન્ડા તૈબુનો ૨૦ વર્ષ ૩૫૦ દિવસની વયે સૌથી યુવા કપ્તાન બનવાનો રેકોર્ડ તોડ્યો છે.
ભારતના પૂર્વ કપ્તાન મંસૂર અલી ખાન પટૌડી આ સૂચિમાં ત્રીજા સ્થાને છે. તેમણે વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ ૨૧ વર્ષ અને ૭૭ દિવસની વયે પ્રથમ વાર કપ્તાની કર્યું હતું. ૨૩ માર્ચ ૧૯૬૨માં જયારે પટૌડી વિન્ડીઝ સામે કપ્તાની કરવા ઉતર્યા તે સમયે તે વર્લ્ડના સૌથી યુવા કપ્તાન હતા. ટૈબુએ ૬ મે ૨૦૦૪ના રોજ શ્રીલંકા વિરુદ્ધ કપ્તાની કરીને પટૌડીનો રેકોર્ડ તોડ્યો હતો.
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી યુવા કેપ્ટન બનીે રાશિદખાને ઇતિહાસ સર્જ્યો

Recent Comments