મેલબર્ન,તા.૩૦
અફઘાનિસ્તાનનો સ્ટાર સ્પિનર રાશિદ ખાન ઓસ્ટ્રેલિયાની બિગ બેશ ્‌-૨૦ લીગમાં ’કેમલ બેટ’થી રમ્યો હતો. ક્રિકેટમાં કેમલથી લાવનાર તે પ્રથમ ખેલાડી છે. એડિલેડ સ્ટ્રાઈકર તરફથી રમતા રાશિદે ’કેમલ બેટ’ના ઉપયોગથી ૧૬ બોલમાં ૨૫ રન કર્યા હતા. બેટના પાછળના ભાગમાં બે જગ્યા ઊંચી છે અને ઊંટના પીઠ જેવી દેખાઈ છે. cric.com.au એ બેટ સાથે રાશિદનો ફોટો શેઅર કરીને લખ્યું હતું કે, આને કેમલ બેટ કહેવાય છે. રાશિદ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં સનરાઇઝર્સ હૈદરાબાદ માટે રમે છે. ફ્રેન્ચાઈઝે cric.com.au ની ટ્‌વીટને રીટ્‌વીટ કરતા લખ્યું કે, આને IPL ૨૦૨૦માં પણ લેતો આવજે.
રાશિદે પોતાની ઇનિંગ્સમાં બે સિક્સ અને બે ફોર મારી હતી. તેણે બોલિંગ દરમિયાન ચાર ઓવરમાં ૧૫ રન આપીને શોન માર્શ અને વિલ સડરલેન્ડની વિકેટ લીધી હતી. રાશિદના ઓલરાઉન્ડ દેખાવ થકી એડિલેડે મેલબોર્નને ૧૮ રને હરાવ્યું હતું.