અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સંવાદ કાર્યક્રમમાં હાજરી આપવા આવી પહોંચેલા કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનું રિવરફ્રન્ટ ખાતેના કાર્યક્રમ સ્થળે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રધ્વજના ત્રિરંગાના રંગના ફૂલનો વિશાળ હાર પહેરાવી રાહુલ ગાંધીને આવકાર્યા હતા. આ હાર આદિવાસી, દલિત અને પાટીદાર નેતાઓએ પહેરાવી પ્રજામાં એક સંદેશ પણ પાઠવ્યો હતો.