(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૭
ભારતીય ટીમના સ્ટાર બેટ્‌સમેન ગૌતમ ગંભીર પણ રાષ્ટ્રગાન પરની ચર્ચામાં કૂદી પડ્યા છે. સિનેમાઘરોમાં રાષ્ટ્રગાન વખતે ઊભા રહેવું કે નહીં તે અંગેની ચર્ચામાં ઝૂકાવતાં ગંભીરે કહ્યું કે રાષ્ટ્રગાનની ૫૨ સેકન્ડ દરમિયાન ઊભા રહેવું અઘરૂ છે. ટ્‌વીટર પર ગંભીર પોતાના ચાહકોને સવાલ કર્યો કે રાષ્ટ્રગાનની ૫૨ સેકન્ડ દરમિયાન ઊભા રહેવું કેટલું કઠણ છે. ગંભીરના મજબૂત વિચારને પરિણામે ેતમના ચાહકો બે ભાગમાં વિભાજીત બની ગયા હતા. બોલીવુડ ગાયક સોનુ નિગમે પણ રાષ્ટ્રગાની પરની ચર્ચામાં ઝૂકાવતાં કહ્યું હતું કે કે દરેક વ્યક્તિએ રાષ્ટ્રગીતનું સન્માન જાળવવુ જોઈ પરંતુ તેને સિનેમાઘરોમાં ગાવું ન જોઈએ. નિગમે કહ્યું કે જો હું રાષ્ટ્રગીતનું સન્માન કરતો હોઉ તો પછી મારે સિનેમાઘરમાં તેનું ગાવાની શી જરૂર.તેમના જણાવ્યાનુસાર સિનેમાઘરોમાં રાષ્ટ્રગીતનું ગાયન ન થવું જોઈએ. જો પાકિસ્તાની રાષ્ટ્રગીતનું ગાયન થાય તો પણ હુ ઊભો થઈશ. પરંતુ તેને સિમેનાઘરમાં ગાવાની કોઈ જરૂર નથી.ગૌતમ ગંભીર આ પહેલા પણ ચર્ચામાં આવ્યા હતા કે જ્યારે તેમણે આતંકવાદીઓ સામેની લડાઈમા શહીદી વહોરનાર સબ ઈન્સપેક્ટર અબ્દુલ રશીદની પુત્રીના ભણવાનો તમામ ખર્ચ ઉઠાવવાની જાહેરાત કરી હતી. ત્યારે લોકોએ તેમના પગલાંને ખૂબ વખાણ્યું હતું. ભારતીય લશ્કરી દળો સ્પષ્ટ વિચારો વ્યક્ત કરવા માટે જાણીતા ગંભીરે આ વર્ષમાં બીજી પણ એક જાહેરાત કરી હતી કે છત્તીસગઢના સુકમા જિલ્લામાંં માઓવાદી હુમલામાં શહીદ થનાર સીઆરપીએફના ૨૫ જવાનોના બાળકોના ભણવાનો ખર્ચ ઉઠાવશે.