નવી દિલ્હી, તા.૬
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ એમ વેંકયા નાયડુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય મહિલા હોકી ટીમને એશિયાકપની ફાઈનલમાં ચીનને હરાવી ચેમ્પિયન બનવા બદલ શુભેચ્છા પાઠવી છે. રાષ્ટ્રપતિએ ટ્‌વીટ કર્યું આપણી મહિલા હોકી ટીમને એશિયાકપ જીતવા બદલ અભિનંદન. હવે નજર ર૦૧૮ વિશ્વકપમાં જીત પર છે. ઉપરાષ્ટ્રપતિ નાયડુએ લખ્યું છે કે ભારતીય મહિલા હોકી ટીમે ચીનને હરાવી ૧૩ વર્ષ બાદ એશિયા કપ જીતવા બદલ અભિનંદન. વડાપ્રધાન મોદીએ ટ્‌વીટ કર્યું ભારત તેમના શાનદાર પ્રદર્શનથી ખુશ છે. ભારતીય મહિલા હોકી ટીમે જાપાનના કાકામીગાહારામાં પેનલ્ટી શૂટઆઉટ ચીનને પ-૪થી હરાવી ર૦૦૪ બાદ પહેલીવાર એશિયાકપ જીત્યો અને આગામી લંડનમાં રમાનાર વિશ્વકપ માટે પણ કવોલીફાઈ કર્યું.