(એજન્સી) ક્રેમલિન, તા.૭
રશિયાના રાષ્ટ્રપતિ તરીકે વ્લાદીમીર પુતિને આજે ક્રેમલિન ખાતે હોદ્દા અને ગુપ્તતાના સોગંદ લીધા હતા. છેલ્લા બે દાયકાઓથી એ શાસન કરી રહ્યા છે. હવે આવનાર ૬ વર્ષ સુધી એમનું શાસન ચાલુ રહેશે. એમણે રશિયાના બંધારણ ઉપર હાથ મૂકી સોગંદ લીધા હતા. એમણે કહ્યું કે હું માનું છું કે, મારા જીવનનો ઉદ્દેશ્ય રશિયા માટે બધુ કરી છૂટવાનો છે. એના વર્તમાન અને એના ભવિષ્ય માટે કાર્ય કરવું એ મારી ફરજ છે. પુતિન ૧૯૯૯થી સત્તામાં છે. એ માર્ચ મહિનામાં યોજાયેલી ચૂંટણીઓમાં પુનઃ વિજયી બન્યા હતા. એમને ૭૬.૭ ટકા મતો મળ્યા હતા. સોગંદ સમારોહમાં એમણે પોતાના સમર્થકોનો આભાર માન્યો હતો. એમણે કહ્યું કે હું મારી પ્રચંડ જવાબદારી પ્રત્યે જાગૃત છું. અમે પોતાના દેશ માટે ગૌરવ અનુભવીએ છીએ. દેશના વડા તરીકે હું રશિયાની સમૃદ્ધિ માટે મારી શક્તિ મુજબ બધુ કરીશ.
વ્લાદીમીર પુતિને રશિયાના રાષ્ટ્રપતિ તરીકે ચોથી ટર્મ માટે સોગંદ લીધા

Recent Comments