(એજન્સી) નવી દિલ્હી, તા.ર૮
કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ ટ્‌વીટ કરી લખ્યું છે કે શ્રીમાન જેટલી એ વાત યાદ કરાવવા બદલ શુભેચ્છા… કે પ્રધાનમંત્રી જે કહે છે તે થતું નથી અને જે થાય છે તે કહેતા નથી. ત્યારબાદ રાહુલ ગાંધીએ હેશટેગ બીજેપી લાઈઝ લખ્યું છે. ટ્‌વીટમાં રાહુલ ગાંધીએ અરૂણ જેટલીના ભાષણનો વીડિયો પણ રજૂ કર્યો છે અને વડાપ્રધાનનો વીડિયો પણ રજૂ કર્યો છે. જેમાં તેઓ પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ અને પૂર્વ ઉપરાષ્ટ્રપતિ પર નિશાન સાધે છે. વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ નેતા મણિશંકર ઐયરના ઘરે મળેલ બેઠક પર સવાલ ઉઠાવી પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ પર આરોપ લગાવ્યો હતો. તે મુદ્દે કોંગ્રેસે વડાપ્રધાન મોદીને માફી માગવાનું કહી સંસદમાં હંગામો મચાવ્યો હતો. ત્યારબાદ ગઈકાલે મડાંગાંઠ ઉકલી હતી. જેમાં અરૂણ જેટલીએ સંસદમાં આ મુદ્દે ખુલાસો કરી કોંગ્રેસને શાંત કરી હતી.