(એજન્સી) નવી દિલ્હી, તા.ર૮
કેન્દ્રીય મંત્રી રાજેન્દ્રસિંહ રાઠોડે કહ્યું કે, ઉચ્ચકક્ષાની સમિતિ ટોળા દ્વારા હિંસા (લિંચિંગ)ના બનાવોની ચકાસણી કરી ટોળા દ્વારા થતી હિંસાને રોકવાના પગલે સૂચવશે. જે પથ્થર ફેંકી હિંસા ફેલાવવાના કેસો અંગે પણ વિચારશે. તેમણે કહ્યું કે જ્યારે જવાન ફરજ પર હોય છે. ત્યારે પથ્થરબાજોના હુમલામાં મોતને ભેટે છે તે પણ લિંચિંગ છે. દરેક પ્રકારની હિંસા ધિક્કારપાત્ર છે. આ બનાવોનું રાજકીયકરણ કરવું ન જોઈએ. જવાન ફરજ પર ટોળાની હિંસાનો ભોગ બને તો તે પણ લિંચિંગ છે. પથ્થરમારાથી મરે તો પણ લિંચિંગ છે. જેથી ઉચ્ચ કક્ષાની સમિતિ આવી ટોળાશાહી હિંસાને મુકાબલો કરવા અને તેને કાબૂમાં કરવા નવો કાનૂન બનાવવા ભલામણ કરશે. પાકિસ્તાનમાં ર૦૧૮ ચૂંટણીના પરિણામોનો ઉલ્લેખ કરતાં મંત્રીએ કહ્યું કે ભારત કોઈ પણ સ્થિતિનો મુકાબલો કરવા તૈયાર છે. પાડોશી દેશમાં જે સ્થિતિ છે તેનાથી દેશની રક્ષા કરવા ભારત સજ્જ છે. વિદેશ મંત્રાલયે હંમેશા પાકિસ્તાન સાથે સહયોગના સંબંધોની વાત કરી છે. પરંતુ તેમ નહીં થાય તો અમે મુકાબલા માટે તૈયાર છીએ. ગૃહમંત્રી રાજનાથસિંગે કહ્યું કે લિંચિંગની ઘટનાઓ પ્રત્યે સરકાર ગંભીર છે. તેથી જરૂર પડે કદાચ કાનૂન તપાશે. તેમ લોકસભામાં જણાવ્યું હતું. તેમણે ૧૯૮૪ના રમખાણોને સૌથી મોટું લિંચિંગ ગણાવ્યું હતું. તેથી લિંચિંગની રાજનીતિ કરવી ન જોઈએ. અલવરમાં રકબરખાનની હત્યા બાદ ગૃહમંત્રી બોલી રહ્યા હતા.