રાજ્યના દરિયા કાંઠાના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયા બાદ અન્ય વિસ્તારોના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો અને અચાનક વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડીનો ચમકારો શરૂ થઈ ગયો હતો. આખી રાત વાદળો છવાયા બાદ સવારે વિખેરાયા હતા. આથી રાત્રે ધુમ્મસભર્યું વાતાવરણ છવાયું હતું. વાતાવરણમાં ધુમ્મસનું પ્રમાણ એટલું હતું કે, વાહનોની હેડલાઈટની આગળ રીતસરનો ધુમાડો નિકળતો હોય તેવા શેડ પડતા હતા.