અમદાવાદ, તા.૧૮
સબ સલામતના દાવા કરતી ગુજરાત સરકારના દાવા સાવ પોકળ સાબિત થયા છે. કેમ કે, ખૂદ ગુજરાત સરકારના જ એક પૂર્વમંત્રીને ડોન રવિ પૂજારીના નામે ધમકી મળી છે. જો કે, ધમકી આપનારાને પોલીસે ઝડપી પાડ્યો છે. પરંતુ વાત એમ છે કે, જો પૂર્વમંત્રીને જ ખંડણી માંગવાના નામે ધમકી મળે છે તો સામાન્ય પ્રજાની સલામતીનું શું ? એક તરફ સરકાર બેટી બચાવોની વાતો કરે છે. બીજી બાજુ બળાત્કારના કેસો ઘટવાનું નામ લેતા નથી ત્યારે ખરેખરમાં પ્રજાની સલામતી માટે સરકાર કડક પગલાં ભરે તે જરૂરી છે. હળવદ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વમંત્રી જયંતી કવાડિયાને અન્ડરવર્લ્ડ ડોન રવિ પૂજારીના નામે ધમકી આપી પ લાખની ખંડણી માંગનાર શખ્સની મોરબી એલસીબીએ ધરપકડ કરી છે. આ મામલે મોરબી એ-ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરાયા બાદ પોલીસે ધમકી આપનાર શખ્સના ફોનને ઓબ્ઝર્વેશનમાં મૂકી લોકેશન મેળવવા તપાસ હાથ ધરી હતી. ખંડણીની ધમકી આપનાર શખ્સને દબોચવા મોરબી એલસીબીની ટીમે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ઉપરાંત મુંબઈ પોલીસના ખંડણી વિરોધી દળની મદદ લઈ આરોપી આશિષકુમાર રામનરેશ શર્માને ગણતરીના કલાકોમાં ઝડપી લીધો છે. ઝડપાયેલ આરોપી આશિષકુમાર આસિસ્ટન્ટ ફિલ્મ ડિરેક્ટર છે. જે ભૂતકાળમાં પણ રવિ પૂજારીના સાગરિત તરીકેની ખોટી ઓળખ આપી બોલિવૂડના પથી ૬ કલાકારો પાસે આ જ પ્રકારે ધમકી આપી ખંડણી માંગી હતી ત્યારે પૂર્વમંત્રી પાસે ખંડણી માંગનારાને પોલીસે ઝડપી પાડ્યો છે ત્યારે રવિ પૂજારીના નામે ખંડણી ઉઘરાવતા ખંડણીખોરો અગાઉ કોની-કોની પાસેથી ખંડણી ઉઘરાવી છે તે દિશામાં પોલીસે તપાસના ચક્રોગતિમાન કર્યા છે.
રવિ પૂજારીના નામે પૂર્વમંત્રી પાસે ખંડણી માંગનારો ઝડપાયો

Recent Comments